ગુજરાતી વોટ્સએપ સ્ટેટ્સ (WhatsApp Gujarati States)

By | January 18, 2021

નમસ્તે મિત્રો આપ સૌનું અમારા બ્લોગ માં સ્વાગત છે અને આજ આપણે વોટ્સએપ ગુજરાતી સ્ટેટ્સ વિષે જોવાના છીએ. આ બધા જ ગુજરાતી સ્ટેટ્સ તમે આસાની થી કોપી કરી અને તમારા કોઈ પણ સોશ્યિલ મીડિયા એકાઉન્ટ માં મૂકી શકો છો કે અપલોડ કરી શકો છો.

વોટ્સએપ ગુજરાતી સ્ટેટ્સ – WhatsApp States In Gujarati

વિશ્વમાં છોડવા જેવા કેટલાક લોહો હાઇ તો છોડી દેજો, પણ આશા કદી ના છોડતા.

“નારાજગી” તમારો મુકામ હોઇ શકે,
પણ અમે તો રહ્યાં “રાજીખુશી” ના માણસ!

નાતાલના દિવસે ચાર ખીલા સાથે જડાયેલા જીસસ યાદ આવે છે…
પણ ઉત્તરાયણના દિવસે 49 દિવસ સુધી બાણ શય્યા ઉપર સૂતેલા ભીષ્મને કોઇ યાદ કરતું નથી..!
આજે મકરસંક્રાંતિનો પાવન તહેવાર છે. આજના દિવસે જ ભીષ્મપિતામહે પ્રાણત્યાગ કર્યા હતા.

જે પરિવાર ટકી શક્યો હોય તે પરિવારમાં કોઈને કોઈ સ્વરૂપે ભીષ્મ હાજર હોય જ છે. પરિવારના બાકીના સભ્યોને એમ હોય કે આપણા કુટુંબમાં કોઈ મુશ્કેલી જ નથી આપણે સુખી છીએ જ્યારે વાસ્તવિકતા એ હોય કે આવા ભીષ્મ મુશ્કેલીઓનું પોટલું પોતાના માથે ઉપાડી લેતા હોય એટલે આપણને મુશ્કેલી અનુભવાતી જ ના હોય.

ભીષ્મ તો ઉતારાયણે જતા રહ્યા પણ આપણે આપણા ભીષ્મને ઓળખીને સાચવી લેવા નહીંતર કૌરવોની જેમ આપણું અસ્તિત્વ પણ ખતમ થઈ જશે. આ ઉતરાયણે આપણે આપણા ભીષ્મને શોધવાનો પ્રયાસ કરીએ. થોડીવાર આંખો બંધ કરીને વિચારો તમારી સમસ્યાઓને તમારા સુધી ના પહોંચવા દેનાર એ કોણ છે ? વિચારો કે તમારી ભૂલોને પોતાના માથે ઓઢી લેનાર એ કોણ છે ? એવું કોણ છે જેની ગેરહાજરી આખા પરિવારને પારાવાર મુશ્કેલીમાં મૂકી દે ? એવું કોણ છે જેનો સાથ તમને સદાય હલવાફૂલ રાખે છે ?

આપને અને આપના પરિવારને ઉત્તરાયણની હૃદયપૂર્વકની શુભેચ્છાઓ.

Make sure.. તમારા પરિવાર માં કોણ પિતામહ ભીષ્મ છે?

બધી જગયા એ તો અંધારું દૂર નહિ કરી શકું,
પણ હું જ્યાં છું ત્યાં અંધારા ની ઓકાત નથી આવવાની.

ના હું પડ્યો કે મારા વિશ્વાશ ના પહાડ પડ્યા,
પણ મને પાડવા કેટલા લોકો કેટલી વાર પડ્યા.

ક્યારેય વાંક વાદળોનો નથી કે એ વરસી રહ્યા છે,
હૈયું હળવું કરવાનો હક તો દુનિયા માં બધાને છે ને.

મૂરખાઓ સુંદર દેખાવા હંમેશા રૂપાળા માણસોના અરીસા ચોરતા રહે છે.

એક ભૂલ એવી જે તમારો અનુભવ વધારે છે,
જયારે એક અનુભવ તમારી કેટલી ભૂલો ઓછી કરે છે.

દુનિયા માં પગના તળીયા કોઇ નથી જોતુ…
પણ બુટની પાલીશ ચકાચક હોવી જોઇએ..

દુનિયા માં ખોટું કરવા માટે નહીં પણ ખોટું ના કરવા માટે વધારે હિંમતની જરૂર પડે છે.

હૈયાને હૈયાની હૂંફ મળે
એ જ સાચું તાપણું દોસ્ત,
બાકી તો કોણ કેટલું આપણું,
એનું છે ક્યાં કોઈ માપણું..”

નથી આસાન તોયે જીવવાની છે જિંદગી.
અઘરી છતાં જલ્સાની છે જિંદગી.
બધું તો ધાર્યું થતુ નથી કોઈનું,
પણ જે થાય છે એમાં જ ખુશી ગોતવાનું નામ છે આ જિંદગી.

આથમી રહી છે ઝીંદગી એમાં શું દુઃખી થવું..?
ખીલી રહી છે સંધ્યા એની મજા લેવા જેવી છે.

વાર તહેવારે જીદે ચડતી ઈચ્છાઓ પંપાળે છે…
માનવના મનમાં ભીતર હોળી સળગે, ચહેરા પર દિવાળી છે.

મલકશે કોઈ તો સામે તરત સ્મિત લાવવું પડશે…
ખુશીનાં રોકડા ધંધામાં ઉધારી નથી હોતી દોસ્ત.

લાગણીના દરિયાને એટલો પણ ના ઉલેચવો કે સાહેબ તળિયાની રેતી થી હ્ર્દય પણ છોલાઈ જાય.

જિંદગીના અનુભવે જ સમજાય તે લાગણી આપણી અને સબંધ પણ આપણો,
પણ નિભાવો ત્યારે જ ખબર પડે કે કોણ કોનું છે.

જિંદગીની યાદોમાં તે યાદોને યાદ રાખવી,
જે યાદોને યાદ કરવાથી આ જિંદગી હંમેશા માટે યાદગાર બની જાય.

થોડા નજીક જઈને વાંચવાની હોય છે આખો.
બાકી દરેક આંખમાં એક કહાણી જરૂર હોય છે.

જે માણસ બધે વરસતો હોય છે.
એ પણ કોઈક માટે તો તરસતો હોય છે.

ના બદલી શકાય તેવા ભૂતકાળને યાદ કરી કરી ઘણીવાર,
આપણે બદલી શકાય એવા વર્તમાન ને પણ ગુમાવી દઈએ છીએ.

ક્યારેય રાખવો નહિ અહંકાર કે ના થાય કશું મારા વિના.
દુનિયા માં તો આખું આકાશ ઉભું છે ટેકા વિના..

જ્યારે પરિસ્થિતિ બદલવી અશક્ય હોય,
ત્યારે મનની સ્થિતિ જરૂર બદલી નાખવી.

પ્રયત્ન કરવા છતાં પણ જેને છોડી ના શકાતું હોય એને સ્વીકારી લેવાથી પણ મનની શાંતિ પ્રાપ્ત થાય છે.

મારા વિચારો જરૂર મારી વસિયત છે,
પણ તમારી સમજણ એ તમારી સંપત્તિ છે.

માત્ર સુગંધ પહેરીને ફૂલ ના થવાય સાહેબ.
સમય આવ્યે ખરવાની પણ તાકાત તો હોવી જોઈએ

Summary

આવા જ મજેદાર ગુજરાતી સ્ટેટ્સ માટે અમારી આ વેબસાઇટની મુલાકાત લેતા રહો. અહીં તમને સંપૂર્ણ ગુજરાતી ભાષા માં બધી માહિતી અને કન્ટેન્ટ મળતું રહેશે. અમારા સોશ્યિલ મીડિયા ના એકાઉન્ટ માં ઓફિશ્યિલ એકાઉન્ટ ને ફોલ્લૉ કરવાનું બિલકુલ ના ભૂલતા.

Leave a Reply

Your email address will not be published.