Ranji ni Dileri- Ranji Trophy History Gujarat 2020 Part 2

By | February 2, 2021

ક્રિકેટ પછી રણુજીને બીજો શોખ થટિંગ–નિશાનબાઈને હતે. ઈ. સ. ૧૯૧૫માં એક દિવસ તેઓ તેમના યૌકશાયરના મકાનની અગાસી પરથી શૂટિંગ કરી રહ્યા હતા. તેમની સાથે એક મહેમાન પણ હતા. આ મહેમાન તેના બદઈરાદા માટે જાણીતું હતું. તેણે આડેધડ નિશાન લઈને (ખરેખર તે ઈરાદાપૂર્વક) ગળી છેડી, તે રણુજીની જમણી આંખમાં વાગી. થોડા દિવસ પછી રણુજીએ જમણી આંખ સદંતર ગુમાવી અને ત્યારથી ૧૮ વર્ષ સુધી કાચની આંખ વાપરી, રાજા જૉર્જ પાંચમાએ રણુજીને પત્ર લખીને તેમણે આંખ ગુમાવી તે માટે અફસેસ વ્યક્ત કર્યો અને તેમના એ હત્યારાનું નામ જણાવવા કહ્યું.

Ranji ni Dileri

પણ રણુજીએ કદી તેમના એ મહેમાનનું નામ ન આપ્યું. તેમને એ હત્યારે અજાણ જ રહ્યો. આ બનાવ પછી પણ રણુજીએ એ મહેમાનને તેમની સાથે નિશાનબાજી કરવા આમંત્ર હતે. રણુજીની આ દિલેરી હતી, રણુજી આજીવન કુંવારા જ રહ્યા હતા. ૧૮૯૬માં રણુજીએ જુબિલી બુક ઓફ ક્રિકેટમાં લખતાં ઇંગ્લેન્ડના શાહી પરિવારની કન્યા સાથે વેવિશાળ થયાની વાત લખી છે પણ પાછળથી આ સગપણ તૂટી ગયું હતું.

તે પછી રણુજીને સ્ત્રીઓ પર નફરત થઈ ગઈ હતી અને આથી તેમણે લગ્ન કર્યા નહતાં. રણુછ ક્રિકેટના મેદાનમાં ક્રિકેટના મેદાનમાં રજીતસિંહએ જે પશકો દાખવ્યાં છે એની બરાબરી આજ સુધી ક્રિકેટ રમતા દેશને કોઈ બૅટ્સમૅન કરી શક્યો નથી. ૧૯૦૦માં રણુજીએ ઇંગ્લેન્ડમાં રમતાં ૮૭-૫૭ની સરેરાશ સાથે ૩૦૬૫ રન કર્યા હતા અને સમગ્ર ક્રિકેટ કારકિર્દી દરમ્યાન ૪૫ની સરેરાશ સાથે ૨૪,૫૬૭ રન કર્યા હતા. તેમણે કુલ ૭૨ સદી નોંધાવી છે.

જેમાંની દસ સદી તે ૧૮૯૬ની એક જ સિઝન દરમ્યાન નકાઈ હતી. એ વખતે ૨૪ વર્ષય કુમાર રણુજી સસેસ કાઉન્ટી વતી રમતા હતા. ૧૯૦૦ની સિઝનમાં તેમણે ૧૪ સદી અને પાંચ બેવડી સદી કરી હતી. રણુજીની એકાગ્રતા આ આંકડા તેમની બૅટિંગ કેટલી સશક્ત હતી એ બતાવે છે. પણ મેદાનમાં રણુજી ઊતરતા ત્યારે પૂરા નિશ્ચયથી ઊતરતા. તેમની એકાગ્રતા, બોલ પરની નજર લાજવાબ હતી. પ્રખ્યાત ક્રિકેટ વિવેચક સર નેવિલ કારસે રણુજી વિશે લખ્યું છે:

“He saw the ball quicker than any other batsman, he made his strokes later, so late indeed that Lock- wood almost saw his great break-back crashing on the leg stump while Ranji remained there at the crease apparently immobile. Then at the last fraction of the last second Ranji’s body leaped gently over his front leg, the bat glinted in the sun, and we saw Lockwood throw up his hands to the heaven as the ball went to the boundary, exquisitely fine to leg, with the speed of thought.”

એ બીજા કોઈ પણ બૅટ્સમૅન કરતાં વધુ ઝડપથી બેલ જોઈ શકતા, એ ટકા એટલા મેડા મારતા કે લેકવુડને પિતાને વ્હેલ લેગ ૫ પર જઈ પડતા જ લગભગ દેખાય અને રણુજી તે ક્રિીસ પર શાંતિથી હાલાચાલ્યા વિના ઊભા જ હેય. પછી છેલ્લી સેકન્ડના છેલ્લા અંશમાં રણુજીનું શરીર એમના આગલા પગ ઉપર જરાક નમે, બેટ તડકામાં ઝબકી ઊઠે અને લોકવુડ હાથ ઊંચા કરી દે કારણ કે તે દરમિયાન ઍલ વિચારના વેગથી ફાઇન લેગની બાઉન્ડરી ઉપર પહોંચી ગયું હોય, ક્રિકેટની રમતમાં આ વેગ ગ્યમ્સ શૌટ એ રણુજીને આગવો ફટકો હતા.

તેઓ છેલ્લી ક્ષણ સુધી બેલને નજીક આવવા દેતા અને પછી ક્ષણાર્ધમાં ચપળતાથી લેગ સાઈડમાં એટલી તાકાતથી ફટકારતા કે બોલ બાઉન્ડરી પર જય ત્યાં સુધી ફીરોને બોલ ક્યાં ગયે તેની ખબર રહેતી નહીં. રણુાયની જોડી એ વખતે બેટસમેને પાછળ હટીને રમતા હતા. રણુજીએ આગળ વધીને રમવાની ટેક્નિક આપી.

રણજી બૅટિંગમાં હોય ત્યારે કઈ કેપ્ટન સ્લિપમાં ફીલ્ડર રાખવાની ભૂલ કરતે નહીં. તેમના ડ્રાઈવ શોટ પણ બેનમ્ન હતા. એ વખતે આજની જેમ મેદાન પરથી ઘાસ કાપવાની પ્રથા નહોતી. મેદાન બમ્પી, પૂબ ઘાસવાળાં અને અણસરખી બાઉન્સવાળાં હતાં. અને છતાં રણુજી અને તેમની ઐતિહાસિક ભાગીદારીઓના સાથીદાર સી. બી. ક્રાય બૉલરો માટે માથાનો દુખાવો બની રહેતા. તેમની આ જોડીને હઝ અને સક્લિફ તથા બ્રેડમેન અને પિન્સફૈર્ડની જોડી સાથે સરખાવવામાં આવી છે. જોકે રણુજીની સિદ્ધિઓ અને રમત પાછળ તેમના આ સાથીદાર ફ્રાય ઢંકાઈ ગયા છે.

ફ્રાય પણ સારા ખેલાડી હતા પણ રણુછ રમત પર છવાઈ જતા. પહેલી ટેસ્ટમાં સદી ૧૮૯૬માં રણુછ ઇંગ્લેન્ડ વતી ઐલિયા સામેની ટેસ્ટમાં રમ્યા. ઇંગ્લેન્ડ વતી રમનાર એ પ્રથમ ભારતીય ખેલાડી હતા. માંચેસ્ટરમાં રમાયેલી એ મેચમાં રણુજીએ તેમની પહેલી જ ટેસ્ટમાં સદી કરી. ૧૫૪ રન સાથે તે અણનમ રહ્યા. અર્નેસ્ટ જોન્સના એક ફાસ્ટ બોલને તેમણે એવી રીતે ફટકાર્યો કે બેલ તેમના કાનની બૂટ સાથે ઘસાઈને વેગથી ગયે. ડાબા કાન પાસે લેહી નીકળ્યું. પાછળથી તેમણે એ વિશે કહ્યું હતું : મારે એ બેદરકારીભર્યો (કેરલેસ) ક હતે.

એક હાથે બેવડી સદી

રણુછ બૅટિંગમાં હોય ત્યારે તેમની દઢ નિશ્ચયાત્મકતા અદૂભુત રહેતી, બ્રાઇટનમાં સસેકસ વિરુદ્ધ લેન્કેશાયર કાઉન્ટી- ની મેચ હતી. રણુજીને ડાબા કાંડા પર ઈજા થઈ હતી અને સસેકસની ટીમ પરાજય ભણી હતી. બીજા દિવસની રમતને અંતે સસેક્સ સે રન પાછળ હતું અને તેની બીજા દાવની એક વિકેટ પડી ગઈ હતી. બીજે દિવસે સસેક્સને પરાજયમાંથી બચાવવા રણુજી બૅટિંગમાં આવ્યા. એક હાથે તેમણે આ દિવસ દાવમાં રહીને બૅટિંગ કર્યું અને ૨૦૦ રન કયાં.

રણુજીની દઢ નિશ્ચયાત્મકતાને બીજો દાખલે તેમની ખેલદિલીને પણ પશ્ચિાયક છે. ભારતથી રણુજી તાજા જ ઈશ્વેન્ડ પાછા ફર્યા હતા અને બ્રાઈટનમાં તેમને રમવાનું થયું. વિકેટ બહુ જ ખરાબ હતી. ઍલ સ્પિન થતું હતું અને પાછળથી કોણી સુધી ઊછળતો હતો. રેણુજી તે વિના પ્રેકિટસે મેદાનમાં ઊતયાં. તેમની સામે બેલર હત એસ. એફ. બન્યું.

અનેં બહુ સારી ઑલિંગ કરી રહ્યો હતો. રણુજીએ પિતાના ૫૦ રન પૂરા થયા કે બર્ન પાસે જઈને કહ્યું “બન્યું, તમે ખરેખર અદ્ભુત બોલિંગ કરે છે. મને આવી સરસ પ્રેક્ટિસ આપવા માટે તમારે ખૂબ આભાર.” ઈંગલૅન્ડમાં એક વખત ફેસ્ટિવલ મૅચત આજન થયું હતું. રણછ એમાં રમવાના હતા. આ મૅચમાં કો બૅટ્સમૅન કેટલા રન કરશે તેની એક અખબારે હરીફાઈ યોજી હતી, સસેકસમાં રણુજી તેમના મિત્ર કાયને ત્યાં રહેતા હતા. દયની પુત્રીએ રણુજીને કહ્યું: “કાકા તમે ધારે તે હું આ ઈનામ જીતી શકું.”

રણુજીએ પૂછયું: “એલ કેટલા રન કરું?” “૨૧૨ રન” જવાબ મળે. રણુજીએ એ મૅચમાં ૨૧૨ રન કર્યા. મેદાનમાં રણુજી કેવા દઢ નિર્ધાર સાથે ઊતરતા તેની આ ઘટના ઘોતક છે. ‘ક્રિકેટને સુવર્ણયુગ ગણાતે સમય રણુજીને હતે. તેમના ઓપનિંગ સાથીદાર ચાર્લ્સ બર્જેસ ક્રાય સાથે તેમણે સંયુક્ત રાષ્ટ્રમાં ૧૯૨૩માં જિનીવામાં ગ્રીકઆબેનિયન સીમા વિવાદ અંગે પ્રવચન પણ આપ્યું હતું.

આ ભાષ વખતે તેઓ માંદા પડી ગયા હતા, અને તેમનું તૈયાર ભાષણું ચાર્મ ક્રાયે વાંચી સંભળાવ્યું હતું. નવાનગરના મહારાજા જામ વિભાછ પછી કુમાર રણજિતસિંહજી ગાદીએ આવ્યા. પણ તેમની રાજકીય કારકિર્દી પર તેમની ક્રિકેટ-કારકિર્દી હંમેશાં છવાયેલી રહી. તેમના ભત્રીજા દુલિપસિંહજી પર રણુજીની ક્રિકેટ સ્ટાઈલની ભારે છાપ પડી હતી.

રણુજીને પગલે ચાલીને દુલિપસિંહજીએ પશુ ક્રિકેટમાં પિતાનું નામ કાઢયું. જાદૂઈ બૅટિંગના છટાદાર બૅટ્સમૅન જામ શ્રી રણજિત- સિંહજીનું ૧૯૩૩ના એપ્રિલની બીજીએ અવસાન થયું. રણુજીને કૂતરો અને પોપટ પાળવાનો શોખ હતો. પિપટને તેમણે ચાંદીના પિંજરામાં રાખ્યા હતા. રણુજીને બાળપણથી જ દમ રોગ હતો.

બાળપણમાં તેમને શીતળા નીકળ્યા હતા અને ચહેરા પર તેનાં ચાઠાં રહી ગયાં હતાં. ૧૯૦૭માં તેમને ટાઈઈડ થયો હતો અને તે મરવાની અણી પર આવી ગયા હતા, પણ માતાની પ્રેમાળ થવાને લીધે તે બચી ગયા હતા. એ માંદગીમાં તેમણે ૫૦ રતલ વજન ગુમાવ્યું હતું. બીજાઓની બૅટિંગ ફિસ્સી રણુજીને જેમણે રમતા જોયા છે એવા ગણ્યાગાંડ્યા હયાત દર્શકે રણજી સિવાય બીજા ક્રિકેટરોની બેટિંગને ફિસ્સી ગણાવે છે. બાળપણથી જ રણુજીને રમતા જેનાર સર નેવિલ કારડસે લખ્યું છે

” His bat was like a conjuror’s wand, making the passes of enchantment, circling round his wrist. Happy the few of us who today can close their eyes and recap- ture the vision of Ranji, sce again his handsome fare, see again the rippling of his shirt of silk, rippling as though some current, some flow of his palpitating inner life, were running invisibly into his movements. But there was no hurry in these movements, he appea- red always calm, with time to spare.”

“એમનું બેટ તે જાદૂની લાકડીની જેમ એમના કાંડાની આસપાસ ફરતું, ચમકારનું આવાહન કરતું હોય તેમ લાગતું.”

Summary

આજે આપણે જે ગણ્યાગાંઠયા માણૂસે અખ બંધ કરીને રણુજીનું દર્શન કરી શકીએ છીએ, ફરી એમની સુંદર કળા નિહાળી શકીએ છીએ, જાણે એમના આંતરિક જીવનના ધબકાર એમના હલનચલનમાં અદ્રશ્યપણે પ્રવેશ કરતા હોય તેમ એમના રેશમી ખમીસના સળવળાટ ફરી જોઈ શકીએ છીએ તે ખરેખર ધન્ય છીએ. એમના હલનચલનમાં જરાયે ઉતાવળ હોના, એ હંમેશ શાંત દેખાતા અને એમને પૂરતો સમય હતો.”

Leave a Reply

Your email address will not be published.