ભાગવત ગીતા- Bhagavd Geeta Gujarati Part 5

By | February 2, 2021

ભાગવત કહે છે (૧) માયા અચિંત્ય, અપરિમેય, રહસ્યમય છે; ભગવાનની દિવ્ય, અનંત, અમોધ, મહિમામયી શક્તિ છે, (૨) માયા ભગવાનને સમાવૃત્ત કરીને આપણી સામે સંસાર ખડો કરે છે અને ભવબંધનમાં ફસાવે છે. (૩) માયા મ અને મોહ ઉત્પન્ન કરનારી અમોધ શક્તિ છે. લોકોની બુદ્ધિને ભ્રમિત કરી સંસારચક્રમાં ફેરવ્યા કરે છે.

અવિધા, યોગમાયા, વૈષ્ણવી માયા, ત્રિગુણ વગેરે માયાનાં અનેક નામો છે. માયાના સ્વરૂપનો પરિચય બીજા, ત્રીજા, દશમા અને બારમા સ્કંધમાં મળે છે. જે વાસ્તવિક વસ્તુ રૂપે નથી પણ જે આત્મરૂપ આશ્રયને લીધે દેખાય છે અને જે વાસ્તવિક વ છે તે નથી જણાતી તેને મારી માયા જાણવી” (૨/૯/ ૩૩). આત્મપ્રકાશના અભાવમાં માયાની પ્રતીતિ થાય છે.

ભાગવત ગીતા- Bhagavd Geeta

આત્મજ્ઞાન થયા પછી માયાની સત્તા ટકતી નથી. સમદષ્ટા પરમાત્માની કાર્યકારણરૂપ શકિતને માયા કહે છે, જેના વડે પ્રભુએ આ જગત સર્યું છે. માયા ઓળંગવી દુષ્કર છે. માયા જ્ઞાનને હરી લે છે. અનિર્વચનીય ભગવાનની સર્વશક્તિશાળી સામર્થ્યરૂપ માથાશક્તિને જે જાણે છે તે માયાથી મોહિત થતો નથી. સમયે સૂરમ બ્રહ્મ વિશેના ચિંતનમાં કૃષ્ણના સ્વરૂપના જે જે ગુણોનો ઉલ્લેખ છે તે બધા જ ગુણો આત્મા ધરાવે છે, કારણ જીવાત્મા પરમાત્માનો અંશ છે. (૧૧/૧૧/૪).

જીવનાં ત્રિવિધ શરીર છેઃ (૧) કારણઃ જીવ અને બ્રહ્મની વચ્ચે આવરણરૂપ અવિધા એ જીવાત્માનું કારણ શરીર છે. (૨) સૂક્ષ્મ કારણ શરીરથી સૂક્ષ્મ શરીર (લિંગ શરીર) ઉત્પન્ન થાય છે. પાંચ મહાભૂતો,. બુદ્ધિ, ઇન્દ્રિય, મન અને પ્રાણના સંઘાતરૂપ દેહ સૂક્ષ્મ શરીર છે (૧૧/૧૦/ ૮). એ શરીરને કર્મફળોનો અનુભવ કરાવે છે. મૃત્યુ સૂમ શરીરનો નાશ થતો નથી અને બીજા સ્થૂળ દેહમાં પ્રવેશે છે. (૩) સ્કૂલ જે પામે છે તે શરીર, પંચમહાભૂતોથી સ્થૂલ શરીરની ઉત્પત્તિ થાય છે. શરીર ઈન્દ્રિયો દ્વારા વિષયો ભોગવે છે, શરીર જન્મે ત્યારે પ્રાણ સહિત જન્મે છે. મૃત્યુ પામે ત્યારે પ્રાણ શરીર છોડીને ચાલ્યો જાય છે, શરીરનો નાશ થાય છે, આત્માનો નહીં.

આ શ્લોકોમાં જીવની જાગ્રત અનું સુષુપ્તિ અવસ્થા, દેહ-દેહી(આત્મા)નો સંબંધ, પુનર્જન્મ વગેરેનું નિરૂપણ છે. ભાગવત જીવાત્મા-પરમાત્માના ઐકયને સ્વીકારે છે. મિથ્યા અહંકારનો નાશ થતાં જીવ સ્વ-સ્વરૂપને ઓળખે છે અને જીવ-પરમાત્મા બની . નારા જાય છે, જગત સંસાર (ભગત) ભાગવતનો દષ્ટિકોણ બે પ્રકારનો છેઃ (૧) જગત સત્ય છે ભગવાનનું રૂપ હોવાથી સત્ય છે. વચમાં તંતુની જેમ વિશ્વ પરમાત્મામાં ઓતપ્રોત છે. સ્કંધ ૧૦-૧૧માં જગત સત્ય છે એવું પ્રતિપાદન કર્યું છે. (૨) જગત મિથ્યા છે -. વિશ્વનું મૂળ કારણ માયાથી અતિરિક્ત બીજું કંઈ નથી (૩/૭/૧૬). દશ્યમાન જગત સ્વરૂપના અજ્ઞાનને કારણે દેખાય છે.

વસ્તુતઃ જગત છે જ નહીં, જે કંઈ છે તે બ્રહ્મ છે. વેદસ્તુતિમાં જગતનું મિથ્યાત્વ બતાવ્યું છે. શ્રુતિ, પ્રત્યક્ષ, મુનિઓનો અનુભવ અને અનુમાન – આ ચાર પ્રમાણોથી જગત મિથ્યા કરે છે. રજજુ-સપના દાંતને કારણે મિથ્યા હોવા છતાં સાચું દેખાય છે. ભાગવતમાં જગત વ્યાવહારિક દષ્ટિએ સત્ય અને પારમાર્થિક દષ્ટિએ મિથ્યા માન્યું છે. વલ્લભાચાર્ય કહે છે જગત સત્ય છે કારણ કે પરમાત્મા રચિત છે; સંસાર મિથ્યા છે કારણ કે માનવરચિત છે.

ભાગવતમાં કૃષિપ્રક્રિયાના વિચાર મોટે ભાગે સાંખ્યદર્શન અનુસાર છે. જગત કેવળ તે પરમકારણ પરમાત્મારૂપ છે એમ માની પરમાત્માથી જુદું કાંઈ ન જુએ તે જ્ઞાન છે. ભાગવતનો યોગી ભગવાનમાં ભક્તિ દ્વારા ચિત્ત લગાવનાર પરમ ભાગવત છે. અધ્યાત્મજ્ઞાન મેળવવા દત્તાત્રેયના ચોવીસ ગુરુઓનું વર્ણન આપ્યું છે. ભાગવત સત્ત્વ, રજ અને તમોગુણથી પર થઈ કૃણરૂપી શત્રની અનુભૂતિ કરવાનો ઉપાય બતાવે છે.

કર્મ એટલે વેદપ્રતિપાદિત યિા. જે કરવાનો નિષેધ હોય તે અકર્મ અને જે કરવા માટે કહ્યું હોય છતાં ન કરવું તે વિકમ. વર્ણ- આશ્રમના ધમનિ ભાગવત મહત્ત્વ આપે છે. નિઃસંગ થઈ કર્મના ફળમાં આસક્તિ રાખ્યા વિના, વેદોકત કર્યો કરી તે કર્મોને ઈશ્વરાર્પણ કરવાથી મનુષ્ય કર્મથી બંધાતો નથી, નષ્કર્મો સિદ્ધિને પામે છે, (૧૧/૩/૪૬). નાનાત્વમાં એકત્વદર્શન, ભેદમાં અભેદ, પરમાત્મ તત્ત્વની સર્વત્ર વ્યાપ્તિની પ્રતીતિનું જ્ઞાન કઈ રીતે પ્રાપ્ત થાય એ ભાગવત બતાવે છે. શરીરને આત્મા માનવો એ બધા લેશોની જડ છે.

મુકિત

અવિધાથી આરોપિત થયેલા કર્તુત્વાઢિ વિપરીત સ્વરૂપનો ત્યાગ કરીને જીવાત્માનું સ્વ-સ્વરૂપે રહેવું તેને મુક્તિ કહે છે.” (૨/૧૦/૬). જ્યારે સાધક પંચમહાભૂતો, ઈન્દ્રિયો, વિષયો, અંતઃકરણ એ સર્વથી રહિત પોતાના આત્માને પરમાત્મા સાથે એક સ્વરૂપે જુએ છે ત્યારે તે આત્માને મુક્ત થયેલો જાણવો” (૩/૯/૩૩). મુક્તિનું મુખ્ય સાધન સત્વ, રજ, તમો ગુણથી અલિપ્તપણું.

ભાગવતમાં કહ્યું છે તે મુજબ સોમુક્તિ એટલે દેહ છોડતાંની સાથે જ મોક્ષ થવો, મમુક્તિ એટલે યોગી સ્કૂલ શરીરનો ત્યાગ કરતાં સૂક્ષ્મ શરીર ધારણ કરી અનેક પ્રક્રિયામાંથી પસાર થઈ મહાપ્રલયને સમયે તે સ્વયં આનંદસ્વરૂપ પરમાત્માને પ્રાપ્ત થાય છે. મુક્તિના પાંચ પ્રકારોનું વર્ણન આપ્યું છે: સાલો – ઈશ્વરના લોકમાં પ્રજારૂપે રહેવું. સા૦િ – ઈશ્વરના સમાન, સામીપ્ય – ઈશ્વરની સમીપ સેવકરૂપે રહેવું. સારૂપ્ય – ઈશ્વર સમાન રૂપની પ્રાપ્તિ. સાયુજ્ય – ભગવાનના સ્વરૂપમાં જીવાત્માનો લય, એત્વ. મુક્તિનાં સાધનો – કર્મયોગ, જ્ઞાનયોગ, ભક્તિયોગ, ત્રિગુણાતીત થવું વગેરે છે.

ભાગવત સ્કંધ ૧૧, કપિલ દેવહુતિ સંવાદ, ઉદ્ધવગીતા વગેરે અનેક સ્થળોએ તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતોનું વર્ણન જોવા મળે છે. કલિયુગનાં લક્ષણો ભાગવત સ્કંધ ૧૨. અ. ૨ શ્લોક ૧થી ૧પમાં કલિયુગનાં લક્ષણો આપેલાં છે. કલિયુગની અસરોથી બચવા જુગાર (અસત્ય), મદિરાપાન (મઠ), સ્ત્રીઓ (કામસંગ), હિંસા (કૂરતા), સુવર્ણ (ધનલાલસા) – આ પાંચ પદાર્થોનો ત્યાગ અપેક્ષિત છે. ભાગવતની ફળશ્રુતિ ભાગવતની ફળશ્રુતિ બતાવતાં એમ કહેવામાં આવ્યું છે કે સાત દિવસના ભાગવતના શ્રવણે પરીક્ષિત રાજાને મુક્તિ મળી.

ભાગવતનું ભક્તિપૂર્વક શ્રવણ, પઠન, મનન કરનાર મનુષ્ય મુકત બની જાય છે, હઠયના અહંકારની ગાંઠ છૂટી જાય છે, સર્વ સંધાયો છેદાઈ જાય છે અને આખરે પરમતત્ત્વનું જ્ઞાન થવાથી તે એક અનન્ય એવા પરમાત્મા-પરબ્રહ્મ- ભગવાનને પામે છે. ભાગવત એ શ્રુતિના અધિકારી નહીં એવા માનવસમાજને માટે રચાયેલો ગ્રંથ છે. તેથી જ માં ભક્તિનો મહિમા ગાઈ, વૈરાગ્ય ઉત્પન્ન કરી, જ્ઞાન વડે મોક્ષ મેળવવાનો – ત્રાપ્રાપ્તિનો – સરળ, સુગમ ઉપાય બતાવ્યો છે.

Kavi Vishesh

યોગેશ રમણલાલ પટેલનો જન્મ ૧૯૩૨ના મેની ૨૦મીએ સુરતમાં થયો હતો. તેમણે મુંબઈની જી. ટી. હાઈસ્કૂલ અને મુંબઈની જુદી જુદી કૉલેજોમાં તથા મુંબઈ યુનિવર્સિંટીની સૂલ ઑફ ઈકોનોમિકસમાં અભ્યાસ કરીને ૧૬પ૬ માં બી. ક્રૉમ, ૧૯૫૮માં એમ. મેં. અને ૧૯પમાં બે લએલ. બી.ની ડિગ્રી મેળવી છે. આ ઉપરાંત તેનો પ્રયાગની હિંદી સાહિત્પ સંસદના સાહિત્ય વિદ્યા છે.

તેઓ વિવિધ વર્તમાનપત્રો અને સામયિકોમાં ધર્મ, તત્વજ્ઞાન વગેરે વિષયો ઉપર હૈખો લખે છે. તેમના લેખો ‘અખંડ આનંદ’, ‘અભિષેક’, ‘સુધા’, ‘મુંબઈ સમાચાર’ વગેરેમાં પ્રગટ થયા છે. એમના ‘ગીતામૌવ મંથને ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી ૧૯૯માં માનવવિધા-સમાજવિધા વિભાગનું પ્રથમ પારિતોષિક મળ્યું છે.

Also Read- ગુજરાતી વોટ્સએપ સ્ટેટ્સ (WhatsApp Gujarati States)

Summary

આ પાંચ પોસ્ટમાં સંપૂર્ણ ભાગવત ગીતા નો નિષ્કર્ષ દર્શાવેલો છે જે તમારા માટે ખુબ જ ઉપીયોગી છે. આમ તો ભાગવત ગીતા સંપૂર્ણ પણે સંસ્કૃત ભાષા માં છે જેથી ઘણા લોકો ને સમાય નહિ કે આસાની થી ના વાંચી શકાય. અહીં તમને પૂર્ણ ભાગવત ગીતા ના નિષ્કર્ષ ને ગુજરાતી ભાષા માં આપેલૂ છે.

Leave a Reply

Your email address will not be published.