ભાગવત ગીતા- Bhagavd Geeta Gujarati Part 4

By | February 2, 2021

સ્વધર્મ આચરીને, ચિત્તશુદ્ધ કરી ભક્તિમાં નિરંતર રમણ કરે છે. અવતાર અવતાર એટલે નીચે ઊતરવું તે. નિર્ગુણ, નિરાકાર પરમાત્મા માયા વડે સગુણ સાકાર બની નામ-રૂપ ધારણ કરે તે પરમાત્માનો અવતાર, ભાગવતમાં અવતારોની સંખ્યા જુદા જુદા સ્ટંધોમાં જુદી જુદી બતાવી છે. ૧, ૧૪, ૨૦, ૨૨ કે ૨૪ અવતારો ગણાવ્યા છે. તે સાથે ભગવાનના અસંખ્ય નથી, પરંતુ સર્વ પ્રાણીઓની પીડા મને પ્રાપ્ત થાય જેથી તે દુ: ખી પ્રાણીઓ દુઃખરહિત થાય (૯/૨૧/૧૨)”. ભાગવતમાં મૂર્તિપૂજાનું ગૌણ સ્થાન છે.

ભાગવત ગીતા- Bhagavd Geeta

પણ મૂર્તિનાં પૂજન, દર્શન, વંદન, સ્તુતિને ચિત્તશુદ્ધિના સાધન તરીકે માનેલાં છે. જીવ ભગવાનની કરુણા, કૃપા ભૂલી વિમુખ થઈ વિરુદ્ધ આચરણ કરે તો પણ ઈશ્વર એની કુટિલતાને માફ કરી પોતાની તરફ વાળવા તત્પર ભાગવતમાં ભક્તિનું કેવળ તાત્ત્વિક નિરૂપણ નથી. લોકોમાં સાચો ભક્તિભાવ જાગે, વધે તે માટે ભગવાનની અવતારલીલાઓ, ભક્તોનાં ચરિત્રો, ભગવાનના ગુણાનુવાદ કરતી સ્તુતિઓ, ખંતો આપ્યાં છે, કળિયુગમાં તો ભક્તિ જ બ્રહ્મ સાયુજ્યની પ્રાપ્તિ કરાવનાર છે. ભાગવતનું શ્રદ્ધા સાથે શ્રવણ દ્વારા જ્ઞાન, વૈરાગ્યયુક્ત ભક્તિની પ્રાપ્તિ થાય છે અને પોતાના હૃદયમાં પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે.

ભકતનાં લક્ષણો

ભાગવતમાં અહિંસા, ત્યાગ, સંતોષ, સ્વધર્માચરણ, બ્રાહ્મચર્ય, અસ્તેય, તપ, શૌચ, સમત્વ, અસંગપણું, તિતિક્ષા, સમદષિ, નિરભિમાનતા, વૈરાગ્ય, દક્ષતા, પ્રાણીમાત્રના હિતની ભાવના, નિર્ભય, સ્થિર બુદ્ધિ, ઈન્દ્રિયનિગ્રહ, અનાસક્તિ વગેરેને ભક્તિનાં અંગો માન્યાં છે. ભાગવતમાં ઉત્તમ, મધ્યમ, પ્રાકૃત ભક્તોનાં લક્ષણો ૧/૨/૪૮થી ૫૫ભાં આપ્યાં છે. ભાગવતના ભક્તો નાચતા, કૂદતા, રતા વેવલા નથી. તેઓ પ્રતાપી કર્મયોગીઓ છે. સ્વધર્મ આચરીને, ચિત્તશુદ્ધ કરી ભક્તિમાં નિરંતર રમણ કરે છે.

અવતાર અવતાર એટલે નીચે ઊતરવું તે. નિર્ગુણ, નિરાકાર પરમાત્મા માથા વડે સગુણ – સાકાર બની નામ-રૂપ ધારણ કરે તે પરમાત્માનો અવતાર. ભાગવતમાં અવતારોની સંખ્યા જુદા જુદા સ્કંધોમાં જુદી જુદી બતાવી છે, ૬, ૧૪, ૨૦, રર કે ૪ અવતારો ગણાવ્યા છે. તે સાથે ભગવાનના અસંખ્ય સુધીના શ્લોકોમાં વરાહ, સુયા, કપિલ, દત્તાત્રેય, સનકાદિ (સનતકુમાર, અવતારો હોવાનું પણ કહ્યું છે. ભાગવતના સ્કંધ ૨, અધ્યાય ના ૧થી ૩ સનક, સનંદન, સનાતન), નર-નારાયણ, યુવ, પૃથુ, કાષભ, હયગ્રીવ, મત્સ્ય, કૂર્મ, નૃસિહ, શ્રીહરિ, વામન, હંસ, ૧૪ મનુઓ, ધવંતરિ, પરશુરામ, રામ, કૃષ્ણ, વ્યાસ, બુદ્ધ અને કલ્કિ એમ ૨૪ અવતારો ગણાવ્યા છે.

કૃષ્ણને સ્વયં ભગવાન, પૂર્ણાવતાર કહ્યા છે. ભાગવતના કૃષ્ણ ભાગવત અને કૃષ્ણનો અતૂટ સંબંધ છે, ભાગવતમાં કૃષ્ણનાં અસુરસિંહ, બાલકૃષ્ણ, ગોપિકારમણ, રાજનીતિજ્ઞ, યોગીશ્વર અને પરમબ્રહ્મ એવાં રૂપો છે. ભાગવતમાં સગુણ વિગ્રહયુક્ત કૃષ્ણના વર્ણન દ્વારા આખરે નિર્ગુણ એવા પરબ્રહ્મનું નિરૂપણ થયેલું છે. ભાગવતના કૃષ્ણ ગોવાળો, ગરીબો, કુબજા જેવી સ્ત્રીઓ અને શૂદ્રોના પક્ષપાતી છે. કૃષ્ણમાં માનવતા અને દિવ્યતા એવા પરસ્પર વિરુદ્ધ ધર્માશ્રય છે.

ભાગવતના કૃષ્ણ પૂર્ણાવતાર છે. પૂર્ણાવતાર સમગ્ર દેશ, સર્વકાળ, બષી પરિસ્થિતિઓમાં બધા માટે હિતકર હોય છે. ભાગવત કહે છેઃ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, કૃષ્ણ બધી દષ્ટિએ પરિપૂર્ણ છે. કૃષ્ણ ભક્ત-વાંચઠાક૯પતરુ છે. કૃષ્ણ પરંમદયાળુ છે. કૃષ્ણમાં સમગ્ર માધુર્ય, સમગ્ર સૌદર્ય, સમગ્ર જ્ઞાન સાથે સમગ્ર વૈરાગ્ય પણ છે. કૃષ્ણ અસંગ છે, નિષ્કામ છે. કૃષ્ણના દિવ્ય શરીરમાં પંચમહાભૂતકૃત વિકારો નથી. કૃષ્ણમાં ઐશ્વર્ય અને ધર્મનું પૂર્ણ સામંજસ્ય છે. પોતાના સ્વજનો – યદુવંશીઓનો સંહાર તટસ્થતાથી જોઈ શકે છે. કૃષ્ણ સ્વધામ ગયા પણ પોતાની પાછળ પોતાનું જ્ઞાન, વૈરાગ્ય, લોકાભિરામ, ધારણા-ધ્યાન-મંગળ એવા દિવ્ય શરીરની સ્મૃતિ મૂકી ગયા જેનું સ્મરણ, અનુભવ કરી જીવ પોતાનું કલ્યાણ સાથી થકે છે.

ભાગવત એ કૃષ્ણનું નામય સ્વરૂપ હોવાથી ભાગવતનું સેવન કરનારને સર્વ સિદ્ધિ અને શ્રીકૃષણની પ્રાપ્તિ થાય છે. ભાગવતના દશમ સ્કંધમાં કૃષ્ણની લીલાઓનું વર્ણન છે. તેમાં લીલા એટલે દીડા, ખેલ, પૂતનાવધ, શક્રાસુરવધ, તૃણાવર્તવય, મુખમાં યશોદાને બ્રહ્માંડનું દર્શન કરાવ્યું, દામોદરલીલા, યમલાર્જુન મોલ, વત્સાસુર- બકાસુર-અઘાસુર-ધેનુકાસુર-શ્રલંબાસુર – શંખચૂડ વધ, બ્રહ્માના મોહનો નાશ (ગોપબાળકો અને વાછરડાંઓને બ્રહ્મા હરી ગયા હતા), કાલિયમર્દન, દાવાનળનું પાન, વસ્ત્રહરણ, ગોવર્ધનધારણ અને રાસલીલા વગેરેનાં વર્ણનો છે.

કૃષ્ણની લીલાઓ ઘરેઘરે લોકપ્રિય, પ્રભાવોત્પાદક, ભક્તિરસમાં તરબોળ કરનારી છે, આ લીલાઓ ઐશ્વર્યની નહીં, ભગવાનના દયાળુપણાની સૂચક છે. અસુરોને પોતાને હાથે મારવામાં તેમના કલ્યાણની દષ્ટિ છે. લીલાઓમાં વાત્સલ્ય, સખ્ય, મધુર, કરુણા વગેરે ભાવો છે. તૃણાવર્તવય (વાયુ), દાવાનળપાન (અગ્નિ), વ્યોમાસુરવધ (આકાશ), કાલિયદમન (જળ), પૂતના-શકટાસુરવધ (પૃથ્વી) – આ પાંચ લીલાઓ દ્વારા પંચમહાભૂતોના શુદ્ધીકરણની દષ્ટિ છે, કારણ કે પંચમહાભૂતો લોકોના કલ્યાણ માટે છે.

વલ્લભાચાર્યે સુબોધિનીમાં લીલાઓનો આધ્યાત્મિક અર્થ સમજાવ્યો છે. વસહરણ અને રાસલીલા એ બે લીલાઓને આધારે ટીકાકારોએ પુરાણોને બદનામ કરવાનો અને કૃષ્ણને કામી- વ્યભિચારી તરીકે આલેખવાનો પ્રયત્ન કર્યો છે. વાહરણ – આ લીલાનો હરિવંશ, વિષ્ણુપુરાણ કે મહાભારતમાં ઉલ્લેખ નથી. ગોપીઓએ ધણીરૂપે કૃષ્ણને પામવા કાત્યાયની વ્રત આદર્યું હતું. ગોપીઓ નદી કિનારે વસો મૂકી પાણીમાં નહાતી હતી.

સાત વર્ષના કૃષ્ણ ગોપીઓનાં કપડાં લઈ કદમના ઝાડ પર ચઢી ગયા. ચીરહરણ એટલે આવરણભંગ. કૃષ્ણ ચીરહરણ કરી ગોપીઓના આવરણનો ભંગ કર્યો. કૃષ્ણ લજજા, શંકા, ભય, ગ્લાનિ, જુગુપ્સા, કુલાભિમાન, શીલ જાતિ અભિમાન -આ આઠ ગોપીઓના બંધન (પાસ) તોડષાં. ચીરહરણ પ્રસંગે ગોપબાળકો સાથે હતા. ગોપીઓએ જળાશયમાં નગ્નાવસ્થામાં સ્નાન કર્યું તે માટે શિક્ષા આપવા વસ્ત્રહરણ કર્યું હતું.

બાહ્ય અને આત્માની એકતાનો સાક્ષાત્કાર અવિધાનો આવરણભંગ થયા પછી જ સંભવે. ગાઢ ભક્તિના વેગમાં ભક્તો લોકલાજ, લોકબુદ્ધિ, લોકવ્યવહારને છોડી દે છે એ પોતાના સિદ્ધાંત(૪/૨૯/૪૬)નું દષ્ટાંત ભાગવતકારે વસ્ત્રહરણ લીલા દ્વારા આપ્યું છે. રાસલીલા – રાસદીડાનો પ્રસંગ અંક ૧ અ. ૨લ્હી અ.૩૩માં વર્ણવ્યો છે. આ પાંચ અધ્યાયો ‘રાસપંચાધ્યાયી’ તરીકે જાણીતા છે. અધ્યાયોમાં વેણુધ્વનિ, ગોપીઓનો અભિસાર, કૃષણ સાથે ગોપીઓની વાતચીત, દિવ્ય રમણ, રાષા સાથે અન્તર્ધાન, ફરી પ્રકટ થવું, ગોપીઓએ આપેલી સાડીના આસન પર બિરાજવું, ગોપીઓના ફૂટ પ્રશ્નોના ઉત્તર, રાસ-જળ -વનક્રીડાનું વર્ણન છે.

આ રાસલીલાપ્રસંગનાં ઘણાં અર્થઘટનો થયાં છે. કોઈએ તેને કામ પર વિજય, કોઈએ ભગવાનનો દિવ્ય વિહાર, કોઈએ પરમેશ્વરની લીલા માની છે. પરમેશ્વર તો કર્મસંગથી અલિપ્ત છે. ગોપીઓ દિવ્ય જગતની ભગવાનની સ્વરૂપ ભૂતા અંતરંગ શક્તિઓ હતી. કૃષણે ગોપીઓને ઘરે મોકલી દીધી હતી અને યોગમાયાનો આશ્રય કરી લીલા કરી હતી (૧૦/ર૯/૧). રાસલીલા એ પરબ્રહ્મ- માયાનો વિલાસ હતો, પ્રકૃતિનો પરમાત્મા સાથેના મિલનનો તલસાટ હતો. ગોપીઓ સમુદાયમાં હતી ત્યાં બધા સમક્ષ સિંઘ કામચેષ્ટા ન સંભવે: આ પ્રસંગ વખતે કૃષ્ણની ઉંમર ૯ વર્ષની હતી. ભાગવતનો સિદ્ધાંત છે: “કોઈ પણ રીતે કૃષણમાં મન જોડવું” (/ર/૩૧). ગોપીઓ કામવશ થઈ કૃષ્ણ તરફ આકર્ષાઈ, છતાં કામથી ભજનારાની પણ કામવાસના છૂટી જાય અને કૃષ્ણને (પરમગતિ) પામે એવો તેનો મહિમા છે. ભગવાનનું શરીર મૈથુની સૃષ્ટિનું ન હતું.

ગોપીઓ સાધનાનો પરમ આદર્શ હતી. રાસલીલાના પ્રસંગ દ્વારા પ્રભુની પ્રેમલક્ષણાભક્તિ પ્રાપ્ત કરવા કેમ વર્તવું તે ગોપીઓના દષ્ટાંત દ્વારા સમજાવ્યું છે. શ્રીધર કહે છે : “આ રાસકીડાનું વર્ણન આધ્યાત્મિક છે. શૃંગારરસ દ્વારા ભક્તિનો ઉદય અને દ્રતા તરત થઈ શકે એ માટે શૃંગારરસમાં વિવેચન છે. શૃંગારકથાને બહાને આ પંચાધ્યાયી નિવૃત્તિપરાયણ છે. પરીક્ષિત શુકદેવનેપૂછે છે: ”ધર્મની સ્થાપના માટે જેનો અવતાર થયો તે જગતીયારે આવું નિહિત કામ કેમ કર્યું?” (૧૯/૩/૨૮). ભાગવતકાર બાના જવાબમાં પાંચ ખુલાસા કહે છે, (૧૦/a/૩૦થી ૮). મહાત્મા નથુરામ રામ ‘રાસપંચાધ્યાયી’ પુસ્તકમાં આ પાંચ અધ્યાયના પ્રત્યેક શ્લોકનો ભક્તિનિષ્ઠામાં વૃદ્ધિ કરનારો ભક્તિપક્ષનો અને જ્ઞાનનિષ્ઠામાં વૃદ્ધિ કરનારો જ્ઞાનપક્ષનો એવા બે અર્થ આપે છે.

રાસપંચાધ્યાયીના અંતમાં કળશ્રુતિમાં કહ્યું છે’જે થીર પુરુષ વ્રજવાસી સ્ત્રીઓ સાથેની ભગવાનની આ કીડાને શ્રદ્ધાયુક્ત થઈ સાંભળે અથવા વર્ણવે, તે ભગવાનના વિશે પરમભક્તિ (પ્રેમરૂપ પરાભક્તિ) પામી તત્કાલ હૃદયના રોગરૂપી કામદેવને તજે છે. કહે છે કે આ ક્રીડા સાંભળી મનુષ્ય ભગવત્પરાયણ થાય છે.

શું પૂલ કામચેષ્ટાની કથાથી કોઈ ભગવત્પરાયણ થાય! ભાગવતનું તત્ત્વજ્ઞાન ભાગવતમાં આદિથી અંત સુધી ભક્તિની જેમ તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતોનું નિરૂપણ છે. ભાગવત અદ્વૈતવાદના પાયા ઉપર કર્મ, ભક્તિ, યોગનો સાધનામાર્ગ ઊભો કરે છે, જ્ઞાન, યોગ અને ભક્તિના અદ્દભુત સમન્વય સાથે ભક્તિના પ્રાધાન્યનું તાત્ત્વિક નિરૂપણ ભાગવતમાં છે એવું અન્યત્ર નથી. બધા વૈષ્ણવ આચાર્યોએ પોતપોતાના સંપ્રદાયના સિદ્ધાંતો ભાગવત અનુસાર છે એવું પ્રતિપાદન કર્યું છે.

બ્રહ = ભાગવતમાં નિર્ગુણ બ્રહનું વર્ણન કઠેકાણે છે. વહ જ જગતનું ઉપાદાન અને નિમિત્તકારણ છે. ભાગવતમાં શ્રીકૃષ્ણ જ વાત છે અને તે જ સૃષ્ટિના આદિ, મુખ્ય અને અંત છે. બ્રા એક અનન્ય, અદ્વિતીય, સર્વનું કારણ, કેવળ જ્ઞાનસ્વરૂપ, સત્યસ્વરૂપ, સર્વના અંતર્યામી, સ્થિર, પૂર્ણ, શાશ્વત, નિર્વિકાર, સજાતીય – વિજાતીય શેઠથી રહિત છે.

સગુણ વાત એટલે લૌકિક ગુણોથી યુક્ત. નિર્ગુણ વાહ માયાને લીધે નામ, ક્રિયા, રૂપની ઉપાધિથી યુકત થઈ સગુણ સ્વરૂપને પામે છે. સગુણ દેહષ્કારી (વિષ્ણુન) ભગવાનનું સ્વરૂપ મનનો નિગ્રહ ન થાય ત્યાં સુધી જ સત્ય છે. સગુણ બ્રાહ્મને આધ પુરુષ કહે છે અને તે જ પ્રકારાન્તરે બ્રહ્મા, વિષ્ણુ, મહેશરૂપે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહારમાં નિમિત્તકારણરૂપે રહે છે.

આવા પુરુષ ઉપાઠાનકારણ રૂપે રહે છે. નિરાકાર, ગુણાતીત બ્રહ્મના સ્વરૂપનું ધ્યાન ધરવું કઠણ હોવાથી ભાગવતમાં સગુણ બ્રહ્મ મહાવિષ્ણુરૂપ, વિરાટરૂપ, અવતારરૂપ, અને શ્રીકૃષ્ણ વિશિષ્ટ અવતારરૂપ – એમ ચતુર્વિધ રૂપે વર્ણવાયું છે. આ ચતુર્વિધ સ્વરૂપને પરમધ્યેયની પ્રાપ્તિના સાધન તરીકે માન્યું છે. આના દ્વારા જ નિર્ગુણ બ્રહમાં પ્રવેશ કરી શકાય છે.

Next Part

ભાગવત ગીતા નો નિષ્કર્ષ પણ ખુબ મોટો હોવાથી અહીંયા અમારા બ્લોગ ગુજરાતી પ્રો માં પાંચ વિભાગ માં પ્રકાશિત કરેલ છે. તમને આગળનો ભાગ આજ વેબસાઈટ માં આસાની થી મળી જશે અને જ્યાં એક ભાગ પૂર્ણ થાય છે આગળ નો ભાગ ત્યાંથીજ શરુ થાય છે.

ભાગવત ગીતા- Bhagavd Geeta Gujarati Part 5

Leave a Reply

Your email address will not be published.