ભાગવત ગીતા- Bhagavd Geeta Gujarati Part 3

By | February 2, 2021

શ્રુતિઓની મૂર્તિમતી અભિવ્યક્તિ ગોપીઓ રસાત્મક નરાકૃતિ શ્યામસુંદર કિશોર-બ્રહ્મના પ્રતિ પોતાનું જીવન, મન, પ્રાણ, આત્માને અર્પિત કરી મધુરાતિમધુર ગૂઢતમ મહાભાવરૂપ દ્વારા પોતાના હૃદયની દિવ્યોન્માદમથી પ્રીતિને પ્રગટ કરે છે. ભાગવતમાં અનુત્તમા રસમથી ભક્તિના પ્રવર્તક આચાર્ય ગોપીઓ જ છે. આ ગોપી પ્રવર્તિત ભક્તિમાર્ગ મોટા મોટા ઋષિઓ માટે પણ દુર્લભ છે અને શુતિયુક્ત વિવિધ શ્રેયમાર્ગ આના સાધન છે. આ ઉપરાંત કૌરવસીગીત (૧/૧૦/૨૧થી ૩૦), મુદ્રગીત (૪/૨૪/૩૩થી ૭૯), ભૂમિગીત (૧૨/૩/૧થી ૧૩) ભાગવતમાં આપેલાં છે.

ભાગવત ગીતા- Bhagavd Geeta

ભાગવતની સ્તુતિઓ/સ્તોત્રો ભાગવતમાં અનેક સ્તુતિઓનો સંગ્રહ છે. (૧) કુંતીકૃત કૃષ્ણની સ્તુતિ (૧/૮/૧૮થી ૪૩). (૨) ભીષ્મકૃત કૃષ્ણ સ્તુતિ (૧/૯/૩૨થી ૪૨) શરશય્યા એટલે સંસારની અપાર વેદના વેઠવા છતાં ભીષ્મ શાંત – સૌમ્ય છે. શરીર વીંધાયું છે છતાં આત્મા વીંધાતો નથી. ભીષ્મ કૃષ્ણની સ્તુતિ કરે છે.

(૩) દેવહૂતિ કૃત કપિલની (૩/૩૨/રથી ૮). (૪) યુવકૃત વિષ્ણુની (૪/૯/ ૬થી ૧૭) – બાલ્યભાવ, (૫) પૃથુકૃત વિષ્ણુની (૪/૨૦/૨૩થી ૩૧). (૬) હિરણ્યકશિપુ કૃત બ્રહ્માની (/૩/૨થી ૩૮). (૭) પ્રહ્લાદ કૃત નૃસિંહની (૭/૯/૦થી ૫૦) – સંસારની વિપત્તિઓ સહન કરીને બાળક નિર્ભય બન્યો છે. સાંસારિક કામનાઓમાં લોલુપતા નથી. (૮) ગજેન્દ્રકૃત શ્રીહરિની (૮/૩/રથી ર૯) – ગજેન્દ્ર સંસારનાં સર્વ બળોનો નમૂનો. તે હારી જાય છે ત્યારે અચરણ શરણ ભગવાનને શરણે જાય છે. (૯) ત્રાદિ દેવકૃત ભગવાનની (ગર્ભસ્તુતિ) (૧૦/૨/૨થી ૧) શંકર, ઈન, પૃથ્વી સહિત બધા દેવો, ગષિઓ ભગવાનની સ્તુતિ કરે છે. (૧૦) અધિકૃત કૃષ્ણની (૧૦/૪/૧થી ૩૦ અને ૧૦/૪૮/૧થી ૨૭). (૧૧) મુચકુંકૃત કૃષ્ણની (૧૦/પ૧/૪થી ૮). (૧૨) શ્રુતિકૃત પરમાત્માની (દસ્તુતિ) (૧૦/૮/૧૪થી ૧) – સર્જનના આરંભે શ્રુતિઓ પ્રગટ થાય છે.

શ્રુતિઓ સર્વને સાચો માર્ગ બતાવે છે. શ્રુતિઓ ભગવાનનાં ભક્ત બની ભગવાનની સ્તુતિ કરે છે. નિર્ગુણભાવ છે, ઉપનિષદ્રના સિદ્ધાંતો કાવ્ય કે – બ્રહ્મા, ગીતના રૂપમાં નિબદ્ધ કરેલા છે. બ્રહ્મમાં આખરે સગુણ-નિર્ગુણનો અભેદ છે. આ શ્લોકોમાં વેદોની (શ્રુતિઓની) વાપરતા સિદ્ધ કરવામાં આવે છે. આમાં ગંભીર દાર્શનિક ચિંતન છે. શ્રીધર અને વલ્લભાચાર્યે આના પર ટીકાઓ લખી છે. (૧૩) દેવકૃત કૃષ્ણની (૧૧/૬/૬થી ૧૯). (૧૪) માર્કણ્ડયકૃત નરનારાયણની (૧૨/૮/૪થી ૪૯). આ સ્તુતિઓમાં વિવિધ પ્રકારની ભાવનાઓ, ભક્ત-ભગવાનના સંબંધો, કર્મ-ભક્તિ-જ્ઞાન-યોગના સિદ્ધાંતો, જીવ-ઈશ્વરના સંબંધો, વિશ્વનાં સૃષ્ટિ, સ્થિતિ અને લય, કાર્ય અને કારણ, સ્કૂલ અને સૂક્ષ્મ વગેરે અનેક ઉપયોગી બાબતો સ્તુતિઓમાં રજૂ થયેલી છે.

અવતારોની સ્તુતિમાં અવતાર પ્રશંસા છે. સ્તુતિઓમાં ભક્ત જ્ઞાન અને દાર્શનિક ચિંતન પ્રદર્શિત કરે છે. કાવ્યના સુંદર નમૂનાઓ સ્તુતિઓ દ્વારા પ્રાપ્ત થાય છે. સ્તુતિઓ સંસારિક દુઃખથી વિમુક્તિ અને જીવનના આધ્યાત્મિક અભ્યદયનાં તત્ત્વોનો સંદેશ આપે છે. ભક્તિપ્રધાન સ્તુતિઓમાં પોતાના ઈચ્છેવ સમક્ષ હૃદયગત કામના-વ્યથાઓ વ્યક્ત થઈ હોય છે. એમાં હૃદયની દીનતા, ભાવુકતા, કોમળતા, વિહવળતાનાં દર્શન થાય છે.

સ્તુતિઓ સ્તોત્રો તરીકે પણ ઓળખાય છે. ઉપર કેટલીક મુખ્ય સ્તુતિઓનો નિર્દેશ કર્યો છે. ભાગવતમાં આ ઉપરાંત અન્ય સ્તુતિઓ/સ્તોત્રો આવે છે. રામનારાયણ મિશ્ર ૯૦ સ્તોત્રોની યાદી આપી છે અને સુદર્શનસિંહ ‘ચક્ર’ ૧૧૭ સ્તોત્રો ગણાવે છે. ભાગવતમાં ગીતાઓ ભાગવતમાં જ્યાં અધ્યાત્મ તત્ત્વનું નિરૂપણ, દાર્શનિક ચિંતન આવે છે તે. ઉપદેશને ‘ગીતા’ સંજ્ઞા આપી છે. (કપિલગીતા – કપિલે માતા દેવહુતિને ભક્તિનું લક્ષણ, સાંખ્યશાસ્ત્ર, અષ્ટાંગયોગ, ભક્તિયોગના ભેદ, કાળનું બળ, ઘોર સંસારનું વર્ણન, કામી પુરુષોની અધોગતિ, પાપ-પુણ્યના મિશ્રણથી મનુષ્યજન્મ, સાત્વિક ધમાંથી ઉચ્ચ લોકની પ્રાપ્તિ, તત્ત્વજ્ઞાન વિના ફરી સંસારનું બંધન વગેરેનો ઉપદેશ આપ્યો છે.

(૨) નારદગીતા (૧૦/૧૦/૮થી ૨૨) – બે યક્ષોને શાપ આપતા નારા લક્ષમીનો મઠ, પ્રાણીનો દ્રોહ, શરીર પરની આસક્તિ, દરિદ્રપણાથી પ્રાપ્ત થતું તપ-તૃષણાનાશ, સાધુપુરુષો વગેરે વિશે કહી શાપમુક્તિથી છુટકારો બતાવે છે. @ પિંગલાગીતા (૧૧/૮/૩૦થી ૪૨) અર્થલોલુપતા, વિષયસેવનની અતૃપ્તતા, પ્રગલભ કામુકતાથી પિંગલાને ખેઠ થાય છે.

શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધજન્ય ક્ષણિક સુખમાં પ્રાણી વિષયરૂપ વિષના ભોગથી વેગપૂર્વક નષ્ટ થઈ જાય છે. દેહ વૈરાગ્યનું સાધન છે. વૈરાગ્યથી શાંતિ મળે છે. માણસ સ્વદોષ જોઈ ચિતનો—ખ થાય તો વૈરાગ્ય જાગે. હૃદયસ્પ પરમાત્માને ભૂલવાથી અધ:પતન થાય છે. (૪) ઉદ્ધવગીતા (સ્કંધ ૧૧, અ. ૬થી ૨૯) – ભગવાન કૃષણે સ્વધામ પ્રયાણ પૂર્વે આ ઉપદેશ ઉદ્ધવને આપ્યો હતો.

માટે આ કૃણનો આખરી ઉપદેશ ગણાય છે. ઉદ્ધવને દત્તાત્રેયના ૨૪ ગુરુઓ, આત્માનું સ્વરૂપ, બદ્ધ- મુક્ત-સાધુ- ભક્તિનાં લક્ષણો, સત્સંગમહિમા, કર્મમીમાંસા, સત્ત્વગુણથી જ્ઞાનના ઉદયથી ચિત્ત તથા ગુણનું અલગ થવું, ભક્તિનાં સાધનો, ધ્યાનયમ, વિષગુપદની પ્રાપ્તિમાં સિદ્ધિઓ વિધ્વરૂપ, વિભૂતિઓ, આશ્રમના ધમાં, કર્મ-જ્ઞાન-ભક્તિયોગ, દુષ્ટસંગનું પરિણામ વગેરે વિષયોનું નિરૂપણ કરેલું છે, ઉદ્ધવગીતા અંતર્ગત ભિક્ષુગીતા (અ. ૨૩), ઐલગીતા, અવધૂતગીતા (દત્તાત્રેયના ગુરુઓ) (અ. ૭-૮-૯), હંસગીતા (અ. ૧૩) આવેલી છે. છે પરમહંસગીતા કંધ છે અ-૧૩માં સંન્યાસધર્મ અને સિદ્ધાવસ્થાનું વર્ણન છે.

ભક્તિસિદ્ધાંત

ભાગવત એ ભગવદ્દગીતાના ભક્તિસિદ્ધાંતનું ભાષ્ય છે. ભક્તિ એ ભાગવતનું હદય, તેનો કેન્દ્રવર્તી વિચાર, છે. ભાગવતમાં સર્વત્ર ભકિતનું વૈશિષ અનેક પ્રકારે સિદ્ધ કરેલું છે. સામાન્ય લોકો સમજી, અનુસરી શકે એવો ભક્તિસિદ્ધાંત અને ભગવત્રાપ્તિના ઉપાયો ભાગવતે આપ્યા છે. ભાગવતમાં શ્રીકૃષ્ણ ઉપાસ્યદેવ છે અને તેની અનન્ય, અવ્યભિચારિણી ભક્તિને જ પરમ પુરુષાર્થ, મોક્ષપ્રાપ્તિનું સાધન માન્યું છે. તેમાં કહ્યું છે કે ભગવાનમાં હતુરહિત, નિકામ, એકનિષ્ઠાયુક્ત, અનવરત પ્રેમ એનું નામ ભક્તિ.

પ્રભુમાં ભક્તિભાવે મન, બુદ્ધિ, પ્રાણ-સર્વસ્વ અર્પણ કરવું. બધા દેવોમાં સમભાવ રાખી પોતાના ઉપાસ્ય દેવની ભક્તિ કરવી. ઈશ્વરની શક્તિ, જ્ઞાન, કૃપાનું ચિંતન કરી સર્વ ધર્મો છોડી પ્રભુને શરણે જવું. શ્રીકૃષણ જ આપણો આશ્રય છે એમ માની ‘શ્રીકૃષ્ણ: શરણં મમ’ અને ‘નમો ભગવતે વાસુદેવાય’ મંત્રોનું સતત મનન કરવું. ભગવાન અમારા છે એવો મમત્વ ભાવ એ જ ભક્તિ. સ્વામી સેવક, પિતા/માતા-પુત્ર, પતિ-પત્ની, પ્રિયતમા-પ્રેયસી કે મિત્રતાનો સંબંધ આ બધા મમત્વરૂપા ભક્તિના પ્રકારો છે. ભાગવતમાં ભક્તિના નવ પ્રકારો આપ્યા છે.

(૧) શ્રવણ (પરીક્ષિત), (૨) કીર્તન (શુકદેવ), (૩) સ્મરણ (પ્રહલાદ), (૪) ચરણપૂજન (લમી), (૫) અર્ચન (પૃથુરાજા), (૬) વંદન (ઉદ્ધવ), (૭) દાસ્ય (હનુમાન), (૮) સખ્ય (અજુન, સુદામા) અને (૬) આત્મનિવેદન (બલિરાજા). ખાને જ વૈષી, સાધન કે મર્યાદા ભક્તિ કહે છે. આનાથી અશુભ વાસનાઓ નષ્ટ થાય છે અને સત્ત્વગુણનો ઉદય થાય છે, સાધ્યરૂપ (પુષ્ટિ) ભક્તિ એટલે ભગવાને જીવો પર દયાથી કરેલા અનુગ્રહ માત્રથી જે ભક્તિ સ્વત: પ્રાદુર્ભાવ પામે છે.

ભક્તિનાં સાધનો ૩/ ર૯/૧પથી ૧૯ શ્લોકોમાં આપ્યા છે. જડ-ચેતન, જડ- જડ, ચેતન-ચેતન, પરમેશ્વર-જડ અને પરમેશ્વર- ચેતન એ પાંચ પ્રકારના ભેદમાં અભેદ જુએ તે ઉત્તમ ભક્ત-ભગવાન પ્રાણીમાત્રમાં વસે છે અને ભગવાનમાં પ્રાણીમાત્ર છે એવી સમત્વદષ્ટિ વ્યવહારમાં આવવી જોઈએ. ભૂતમાત્ર તરફ દયા-મૈત્રીની દષ્ટિથી જોવું કારણ કે બધામાં આત્મા એક જ છે. જગતનાં પ્રાણીઓની ઉપેક્ષા કરીને કરેલી ભગવાનની અર્ચના નકામી છે.

પ્રાણીઓની સેવા જ નહીં પણ તેમને કાજે કરેલું પ્રાણાર્પણ એ જ ભગવાનની ખરી પૂજા છે અને તેની આગળ મોક્ષ કંઈ વિસાતમાં નથી. શ્રીકૃષ્ણ ઉદ્ધવને કહે છે: “સર્વના આત્મરૂપ માનું દર્શન થતાં મનુષ્યના દયના અહંકારની ગાંઠ છૂટી જાય છે, સર્વ સંશયો છેદાઈ જાય છેએ સંચિત અને આગામી કર્મો નાશ પામે છે. મારી ભક્તિ કરતા અને મારામાં જ મનવાળા યોગીને માટે જ્ઞાન કે વૈરાગ્ય કલ્યાણનું સાધન થતાં નથી, ભક્તિ જ કલ્યાણનું સાધન થાય છે.

તપશ્ચર્યા, જ્ઞાન, વૈરાગ્ય, યોગ, દાન, તીર્થયાત્રા વગેરેથી જે કંઈ ચિત્તશુદ્ધિ વગેરે ફળ મળે છે તે સર્વ ફળ મારો ભક્ત મારા ભક્તિયોગથી અનાયાસે પ્રાપ્ત કરે છે. મારો ભક્ત સ્વર્ગ, મોક્ષ ઈચ્છતો નથી, મારી ભક્તિ સિવાય કંઈ જ ઈચ્છતો નથી (મુચુકુંદનું દષ્ટાંત), કોઈ પણ વસ્તુની ઈચ્છા ન કરનાર નિઃસ્પૃહીને જ મારી ભક્તિ થાય છે. ” (૧૧/૨૧/૩૦થી ૩૫). ભગવાન તપ, વેદ, જ્ઞાન કે કર્મથી નથી મળતા પણ ગોપીખો જેવી અનન્ય ભક્તિ કૃષ્ણ પ્રત્યે હોય તો હરિ મળેભક્તિથી જ પ્રભુ બંધાય છે. કૃષ્ણ કહે છે, “મારી ભક્તિ ધરાવતા ભક્તોની ચરણરજથી હું પવિત્ર થાઉં એ હેતુથી એમની પાછળ પાછળ કરું છું. ભક્તજનો મને પ્રિય છે અને હું ભક્તજનોને પ્રિય છું.”

વાસ્તવમાં જ્ઞાન અને ભક્તિમાં કોઈ તાત્વિક ભેદ નથી. જ્યાં ભક્તિને જ્ઞાનથી શ્રેષ્ઠ બતાવી છે ત્યાં ભક્તિ એ સાધ્ય છે, અને જ્યાં જ્ઞાનને ભક્તિથી શ્રેષ્ઠ બતાવ્યું છે ત્યાં ભક્તિ સાધન છે. જ્ઞાન અને કર્મ ભક્તિથી જ શોભે છે, ભક્તિહીન જ્ઞાન કે કર્મ શૂન્યરૂપ છે. પરમેશ્વરની ભક્તિ કરવાનો સર્વેને અધિકાર છે, શરણાગતની પ્રભુ હંમેશાં રક્ષા કરે છે. ગજેન્દ્ર (પશુ), દ્રૌપઢી (સી), સંજય-વિદુર (૧), વૃત્ર- પ્રલાઇ-બલિ (અસુરો) અને વેરભાવે પ્રભુની ભક્તિ કરનારા કંસ- શિશુપાળ આ બધાંએ મુક્તિ મેળવી હતી. ભાગવત ૩/૨૯/૮થી ૧૦માં તામસ, રાજસ અને સાત્વિક ભક્તિનાં લક્ષણો કહ્યાં છે.

નિર્ગુણ ભક્તિનું નિરૂપણ ૩/ર૯/૧૧થી ૧ભાં છે. અ“દવાળી, અતુટી ભક્તિ તે નિર્ગુણ ભક્તિ (રંતિદેવ). રંતિદેવ માંગે છે “હું ઈશ્વર પાસેથી આઠ મહાસિદ્ધિઓવાળી ઉત્તમ ગતિ કે મોજ ઈચ્છતો નથી. પરંતુ સર્વ પ્રાણીઓની પીડા મને પ્રાપ્ત થાય જેથી તે દુઃખી પ્રાણીઓ દુઃખરહિત થાય (૯/૨૧/૧૨)”. ભાગવતમાં મૂર્તિપૂજાનું ગૌણ સ્થાન છે પણ મૂર્તિનાં પૂજન, દર્શન, વંદન, સ્તુતિને ચિત્તશુદ્ધિના સાધન તરીકે માનેલાં છે, જીવ ભગવાનની કરુણા, કૃપા ભૂલી વિમુખ થઈ વિરુદ્ધ આચરણ કરે તો પણ ઈશ્વર એની કુટિલતાને માફ કરી પોતાની તરફ વાળવા તત્પર ભાગવતમાં ભક્તિનું કેવળ તાત્ત્વિક નિરૂપણ નથી, લોકોમાં સાચો ભક્તિભાવ જાગે, વધે તે માટે ભગવાનની અવતારલીલાઓ, ભક્તોનાં ચરિત્રો, ભગવાનના ગુણાનુવાદ કરતી સ્તુતિઓ, દાંતો આપ્યાં છે.

કળિયુગમાં તો ભક્તિ જ બ્રહ્મ સાયુજ્યની પ્રાપ્તિ કરાવનાર છે. ભાગવતનું શ્રદ્ધા સાથે શ્રવણ દ્વારા જ્ઞાન, વૈરાગ્યયુક્ત ભક્તિની પ્રાપ્તિ થાય છે અને પોતાના હૃદયમાં પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે. ભકતનાં લક્ષણો ભાગવતમાં અહિંસા, ત્યાગ, સંતોષ, સ્વધર્માચરણ, બ્રાહ્મચર્ય, અસ્તેય, તપ, શૌચ, સમત્વ, અસંગપણું, તિતિક્ષા, સમદષિ, નિરભિમાનતા, વૈરાગ્ય, ઠાતા, પ્રાણીમાત્રના હિતની ભાવના, નિર્ભય, સ્થિર બુદ્ધિ, ‘ ઈન્દ્રિયનિગ્રહ, અનાસક્તિ વગેરેને ભક્તિનાં અંગો માન્યાં છે. ભાગવતમાં ઉત્તમ, મધ્યમ, પ્રાકૃત ભક્તોનાં લક્ષણો ૧/૨/૪૮થી પપમાં આપ્યાં છે. ભાગવતના ભક્તો નાચતા, કૂદતા, ૨તા વેવલાઓ નથી. તેઓ પ્રતાપી કર્મયોગીઓ છે.

Next Part

ભાગવત ગીતા નો નિષ્કર્ષ પણ ખુબ મોટો હોવાથી અહીંયા અમારા બ્લોગ ગુજરાતી પ્રો માં પાંચ વિભાગ માં પ્રકાશિત કરેલ છે. તમને આગળનો ભાગ આજ વેબસાઈટ માં આસાની થી મળી જશે અને જ્યાં એક ભાગ પૂર્ણ થાય છે આગળ નો ભાગ ત્યાંથીજ શરુ થાય છે.

ભાગવત ગીતા- Bhagavd Geeta Gujarati Part 4

Leave a Reply

Your email address will not be published.