ભાગવત ગીતા- Bhagavd Geeta Gujarati Part 2

By | February 2, 2021

જાની, પૂર્ણ ભક્ત અને પૂર્ણ ધર્માત્મા બનાવવા ભાગવતનો આવિર્ભાવ થયો છે, વિનોબાજી કહે છે, ”ભાગવત ધર્મનો આશ્રય લેનાર કઠી પ્રમાદી થાય નહીં. આંખો મીંચીને દોડે તોય ઠોકર ન ખાય, પડે નહીં.” ‘ભાગવત’ શબ્દનો અર્થ (૧) ભાગવતી સંહિતા ભગવાનના ઐશ્વર્યના ગુણોનું સંકલન (સંક્તિા) થયેલું હોવાથી ભાગવતી સંહિતા.

ભાગવત ગીતા- Bhagavd Geeta

(૨) પારમહંસી સંહિતા – હંસમાં નીર- હીરના મિશ્રણમાંથી શીરનું ગ્રહણ કરવાની અને નીરનો ત્યાગ કરવાની વિવેકશક્તિ હોય છે, જીવ, જગત, ઈશ્વર, માયા વગેરેનો પૃથફભાવ સમજી શકવાની શક્તિ ધરાવનાર વ્યક્તિને પરમહંસ કહેવાય, એવા પરમહંસ તત્ત્વને પ્રાપ્ત કરાવનાર ગુણોનું, ધતું જેમાં વર્ણન છે તે.

(૩) સાત્ત્વતી શ્રુતિ – સાત્વતી એટલે સુખ આપનાર, પરમાત્મા જેમાં પ્રતિપાલ છે એવી શ્રુતિ. સાત્ત્વ એટલે ભક્ત એવો પણ અર્થ થાય, (૪) સાત્વતી સંહિતા – યદુના વંશજ સત્ત્વત નામે ઓળખાતા. મહાભારતમાં કૃષ્ણને સાત્ત્વતોના પતિ કહા છે. કૃષ્ણની અને કૃષણના વિવિધ ઉપાસકોની ચરિત્રગાથા જેમાં સંકલિત થઈ છે તે સંકળના, (૫) વવામિકી મંાિ – વ્યાજતા તે યામક (શુકદેવ) અને શુક્રવ સાથે સંબંધ ધરાવનારી જે વાળી તે વિયામિકી, ભાગવતમાં શુક્રવતી વાળીની પ્રધાનતા છે.

ભાગવતની કેટલીક વિગતો જ્યાં – ભાગવત એ વેદવ્યાસની અંતિમ થના છે, પાશ્ચાત્ય અને લાક આપણા વિદ્વાનો ભાગવતના કર્તા તરીકે છે, સ. ૧૪મી સદીમાં થઈ ગયેલા પંડિત બોપવને માને છે પણ એ માન્યતાનું અતૈક પ્રમાાંથી પૂર્વ મંત્ર થઈ ચૂક્યું છે, કથા-સ્થાત • નવી દિલ્હીથી ૧૫૦ માઈલ દૂર ગંગાકિનારે મુકતાલ સ્થળ છે, જે વટવૃક્ષની નીચે શુકદેવે પરીતિને કથા સંભળાવી હતી તે વૃક્ષ હજી ઊભું છે. શુકતાલ નામ શુકદેવ ઉપરથી પડ્યું છે. વક્તાશ્રોતા

ભાગવતનાં અન્ય નામો

ભાગવત કથાના વક્તા-શ્રોતાની ત્રણ જેઠી છે; (૧) સૂતળીનક – સાધારણ કા. આ બંને શાની, તપસ્વી, યોગી, ભક્ત ખરા પણ વૈદિક કમાં, સ્વર્ણાદ્ધિ માટે અનિ હોમાદિ થનાનુષ્ઠાનમાં સતત ઓતપ્રોત રહેતા. જલાભિલાષાથી જ પ્રવૃત્ત થતા હતા. (૨) નાઠવ્યાસ – મધ્યમ કક્ષા. જ્ઞાની, યોગી, તપસ્વી, ભક્ત, વિરક્ત, ભગવદ્અનુરક્ત વગેરે ગુણો હોવા છતાં વિવિધ પ્રવૃત્તિઓમાં કત રહેતા હોવાને કારણે કથા કહેવા કે શ્રવણ કરવામાં અનન્યતા ન હતી.

શુકદેવ-૫રીતિ – બંને ભગવાનના અનન્ય ભક્ત, ભગવાનમાં એકતાન, સંપૂર્ણ વિષયવિરક્ત અને કથામાં પૂર્ણ રીતે અનુરક્ત તેથી ઉત્તમ કક્ષાના અધિકારી ગણાય છે. પરંપરા – પરંપરા કે સંપ્રદાય શબ્દનો અર્થ પૂર્વાચાર્યો દ્વારા પોતાના પુત્ર કે શિષ્યમાં ઊતરી આવતી વિચારપદ્ધતિ. (૧) નારાયણ ભગવાને નાભિમાંથી પ્રકટ થયેલા કમલાસનસ્થ વદ્વાને ચતુઃ શ્લોકી ભાગવત કહ્યું. બ્રહ્માએ પુત્ર નારદને અને નારદે વ્યાસને, વ્યાસે રધિત કરી પુત્ર શુકદ્રવન જણાવ્યું.

શુકદેવે પરીક્ષિતને સંભળાવ્યું. સૂત પરીક્ષિત સાથે સભામાં ભાગવત શ્રવણ કરતા હતા. એમણે શુકદેવ પાસેથી સાંભળેલું ભાગવત શૌનકને સંભળાવ્યું હતું. (૨) ભગવાન શેષે (સંકર્ષણ) સનકુમારને, સનકુમારે સાંખ્યાયનને, સાંખ્યાયને પરાશરને અને બૃહસ્પતિને કહ્યું, પરાશરે શિખ્ય મૈત્રેયને અને મૈત્રેયે વિદુરને કહ્યું. આમ, ભાગવતની બે પરંપરા છે. સંધ-અધ્યાય-હોક સંખ્યા- પ્રચલિત ભાગવતમાં બાર સ્કંધ છે, ૩૩૫ અધ્યાયો છે અને અઢાર હજાર શ્લોકો છે. (આમ તો બ્લોક સંખ્યા સોળ હજાર આસપાસ છે પણ ઉવાચ, અથ, ઈતિ, અધ્યાયને અંતે પુષ્પકા વગેરે ગણતરીમાં લેતાં, અથવા ૩ર અક્ષરોનો એક બ્લોક એવી રીતે ગણના કરતાં, કુલ બ્લોકો અઢાર હજાર થાય છે.) અમદાવાદના ભો. જે. અધ્યયન સંશોષન વિધાભવન દ્વારા ભાગવતની સંશોધિત આવૃત્તિ (ઑથોરાઈઝડ વર્ઝન) તૈયાર કરવાનું કાર્ય ઘણાં વર્ષોથી ચાલી રહ્યું છે.

ભાગવતનો નાકાળ વિદ્વાનોએ જુદાં જુદાં પ્રમાણોનો આધાર લઈ ભગવતના રચનાકાર વિશે વિવિધ મંતવ્યો આપ્યાં છેઃ દાસગુપ્તા, વિંટરનિઝ – ઈ. સ. ૧૦મી સદી. રાધાકૃષ્ણ, દુર્ગાશંકર શાસ્ત્રી – ઈ. સ. ૯મી સદી. બળદેવ ઉપાધ્યાય, હાગરા – ઈ. સ. ૬ઠ્ઠી સદી. દીક્ષિતાર – ઈ. સ. ૩જી સદી. પ્રો.” માંકડ, શાંતનુવિહારી દ્વિવેદી – ઈ. સ. પૂર્વે ૨૯૪૬. શ્રીકૃષ્ણના પરમધામની લીલા પછી ત્રીસ વર્ષની અંદર વ્યાસે મહાભારત અને ભાગવત ગ્રંથોની રચના કરી હતી. કળિયુગની શરૂઆત . સ. પૂર્વે ર૯૭૬માં થઈ હતી અને કળિયુગનાં ત્રીસ વર્ષ પછી શુકદેવે પરીક્ષિતને ભાંગવંત સંભળાવ્યું હતું. જૈમિનીય અશ્વમેધ પર્વ( ઈ. સપૂર્વે ૧૦૦)ના અ. ૧૮, શ્લોક ૧૫માં ”શ્રીમદ્ ભાગવત પુણ્ય ભુક્તિમુક્તિધલપ્રદ’ કહી ભાગવતનો મહિમા ગાયો છે.

આ જોતાં ભાગવતનું હાલનું સ્વરૂપ ઈ. સ. પૂર્વે ૧૫થી ૨૦૦. વચ્ચે તૈયાર થયું હોવું જોઈએ. ભાગવતની લોકપ્રિયતા, સારગર્ભિતાને કારણે તેની ઉપર વિભિન્ન વૈષ્ણવ સંપ્રદાયના આચાર્યોએ ટીકાઓ લખી છે. સંસ્કૃતમાં આશરે ૫૦ ટીકાઓ થઈ હોવાનું જણાય છે. કેટલીક હસ્તલિખિત, કેટલીક અપ્રકાશિત છે તો કેટલીક ટીકાઓનાં માત્ર નામ મળે છે. અદ્વૈતી ટીકાકારો – ચિન્મુખાચાર્ય, શ્રીધર, રાધારમણ દાસ, વંશીધર મિશ્ર, મધુસૂદન સરસ્વતી. , વિશિષ્ટાદ્વૈતી (રામાનુજ) ટીકાકારો – સુદર્શન સૂરિ, વીર રાધવાચાર્ય, સ્વામી નારાયણ, ભગવતપ્રસાદ, તથ્વતી (નિબાક) ટીકાકારો – કેશવ કાશમીરી, શુકદેવાચાર્ય શુદ્ધહૈતી (વલ્લભાચાર્ય) ટીકાકારો – વલ્લભાચાર્ય, વિઠ્ઠલનાથ, પુરુષોત્તમજી, ગિરિધરલાલ. દેતી (મવાયાય) ટીકાકાશે – વિજયધ્વજ તીર્થ.

અચિંત્ય ભેઠાબેઠવાદી (વૈતન્ય) ગૌડીય ટીકાકારો ગોસ્વામી, જીવ ગોસ્વામી, વિશ્વનાથ ચક્રવર્તી, બલદેવ વિઘાભૂષણ. નીલક મંત્રભાગવતમાં ભગવાનની બધી લીલાઓ સંહિતામાંથી કાઢી બતાવી છે. ‘સ્વયં વિમર્શ’ ટીકામાં ભાગવતમાં એક જ રાબ્દ અન્ય જગાએ કઈ રીતે જુદા અર્થમાં વપરાયો છે તે બતાવ્યું છે. ઉપરની સંસ્કૃત ટીકાઓ ઉપરાંત ભારતની અન્ય ભાષાઓમાં ભાગવત પર અનેક ગ્રંથો, લેખો લખાયેલા છે. શ્રીમદ્ વલ્લભાચાર્ય – વલ્લભાચાર્ય ભાગવતને વ્યાસની ‘સમાધિ ભાષા’ માને છે. ભાગવતમાં ત્રિવિધ ભાષાઓનો ઉલ્લેખ છે: (૧) લૌકિક કથાનક વર્ણન. (૨) પરમત – વિભિન્ન મતોનો નિર્દેશ. (૩) સમાધિ – દાર્શનિક તત્ત્વો, ભક્તિરસનું નિરૂપણ. આ સંપ્રદાય ભાગવતને મુખ્ય શાસ માને છે.

વલ્લભાચાર્ય ભાગવતનો ગૂઢ અર્થ સાત પ્રકારે જાણવાનો આગ્રહ રાખે છે. ‘ભાગવતાર્થ પ્રકરણ'(૧૯૨૨ કારિકાઓ)માં શાસ, સ્કંધ, પ્રકરણ સનાતને અને અધ્યાયમાં સ્પષ્ટ થતા અર્થનું નિરૂપણ આપ્યું છે. ‘સુબોધિની’ – ટીકામાં વાકયાર્થ, પદાર્થ અને અક્ષરાર્થનું નિરૂપણ કરેલું છે. ભાગવત ‘સૂમ ટીકા’ પૂરી ઉપલબ્ધ નથી. વલ્લભાચાર્ય ભાગવતને વેઠ કરતાં વિશેષ માનતા. ભાગવતને શ્રીનાથજીનો શબ્દદેહ માનતા. બાર સ્કંધોને શ્રીનાથજીનાં ૧૨ અંગો માનતા. વલ્લભાચાર્ય કહે છે:

“પુષ્ટિમાર્ગનું સાધન અને ફળ બંને ભગવાનનો અનુગ્રહ છે. પ્રભુના અનુગ્રહ પર – અલૌકિક કૃપા પર પૂર્ણ શ્રદ્ધા રાખી પોતાનું સર્વસ્વ પ્રભુને સમર્પણ કરી દેવું.” ભાગવતની વિષયસૂચિ સ્કંધ ૧ (અ. ૧૯) શૌનકાદિના પ્રશ્નો, ભૂતનો ઉત્તર, અવતારકથા, વ્યાસને નારદનો ઉપદેશ, નારદનું પૂર્વજીવન, કુંતીની સ્તુતિ, કૃષ્ણનું દ્વારકાગમન, સ્વધામગમન, પરીક્ષિતનો જન્મ, ધર્મ – પૃથ્વી સંવાદ, પરીક્ષિતને શૃંગીમષિનો શાપ – પરીક્ષિતનું અનશન અને શુકદેવનું ત્યાં પધારવું. અંધ ૨ (અ. ૧૦) વિરાટ પુરુષનું વર્ણન, સધો અને ક્રમમુક્તિનું વર્ણન, બ્રહ્મા-નારદ સંવાદ, ભગવાનનાં લીલા- અવતારોનું વર્ણન, ઈશ્વર-જીવ સંબંધી દાર્શનિક પ્રશ્નોનું નિરૂપણ, ચતુ: બ્લોકી ભાગવત, ભાગવતનાં દસ લક્ષણો.

સ્કંધ ૩ (અ. ૩૩) – વિદુર-ઉદ્ધવ સંવાદ અને કૃષ્ણનાં બાળચરિત્રોનું વર્ણન, વિદુરે મૈત્રેયને પૂછેલા સૃષ્ટિ વિશેના પ્રશ્નો અને જવાબમાં વિરાટ સૃષ્ટિનું વર્ણન, વિવિધ કલ્પનાઓથી સૃષ્ટિરચનાનું વર્ણન – વરાહ અવતાર – હિરણ્યાક્ષ વધ, કપિલ અવતારે. સ્કંધ : (અ. ૩૧). યા-દત્ત-નરનારાયણ અવતાર, દક્ષયજ્ઞ વિધ્વંસ, ધ્રુવાખ્યાન, અંગ-વેન-પૃથુ આદિ ચરિત્ર, પ્રચેતાઓને ટૂ આપેલો ઉપદેશ, પુરંજન આખ્યાન. અંધ ૫ (અ. ૨૬) ષભ અવતાર, ભરત ચરિત્ર, જડભરતે રહુગણને આપેલો ઉપદેશ, ભવાટવીનું વર્ણન, નવ ખંડોના સમુદ્રો – ભૂગોળ- કૃષણનો દેહત્યાગ, અર્જુન લૂંટાયો. સંધ ૧૨ (અ. ૧) – મગધવંશના વર્ણસંકર રાજાઓ, કલિયુગના દોષો-ગુણ, કલ્કી અવતાર, ભૂમિગીત, પ્રલયો, પરીક્ષિતનો મોક્ષ, માય ચરિત્ર, ભાગવતની વિષયાનુક્રમણિકા, પુરાણસંખ્યા, ભાગવત દાનનું માહા…,

ભાગવતનાં ગીતો

કંપ ૧માં ગોપીઓનાં પાંચ ગીતો છે; (૧) વેણુગીત (૧૦/૨૭/૭થી ૧૯), વ્રજ ગોપીઓના હૃદયમાં મિલનપૂર્વે શ્રીકૃષ્ણ પ્રતિ અનન્ય અનુરાગનો રહસ્યમય ઉદ્ગાર છે. આમાં મધુર આકર્ષણ, સ્નેહસિક્ત સંબંધ-મિલનની ઉત્કટ લાલસા, સહજ સંકોચ, અનબ્ગ ઉલઝન, દઢ સંક૯૫નો ભાવ પ્રત્યેક પઠમાં વ્યક્ત થાય છે, વેણુના શ્રવણથી એના ઉદ્ગમસ્થાન વિશે જિજ્ઞાસા જાગે છે.

ગોપીજનોમાં પોતાને માટે પરમ આસક્તિ જગાડવા કૃષ્ણ વેણુ વગાડીને, વેણુ દ્વારા શ્રુતિરૂપ ગોપીઓનો ઉદ્ધાર કર્યો. વેણુકવણના આનંદ પાસે વિષયાનંદ અને બ્રહ્માનંદ તુચ્છ લાગે છે. ઉત્તમ ઊર્મિકાવ્ય છે. (૨) પ્રણયગીત (૧૦/ર૯/૩૧થી ૪૧) – અંધારી રાતે ઘરેથી દોડી આવેલી ગોપીઓને ઘરે પાછા જવા માટે કૃષ્ણ દસ શ્લોકોમાં સમજાવે છે.

એના જવાબમાં ગોપીઓ પોતે શા માટે ઘરે જવા ઈચ્છતી નથી એની દલીલો કરે છે. છેલ્લા શ્લોકમાં પ્રાર્થના છે. આ જીવ-ઈશ્વરનો વાર્તાલાપ છે. ગોપીઓનો અનન્ય પ્રેમ જોઈ ભગવાન એમને અપનાવે છે. (૩) ગોપીગીત (૧૦/૧/૧થી ૧૯) – રાસલીલામાં કૃષ્ણ અંતર્ધાન થયા પછીનું આ ગીત છે. ગોપીઓને અભિમાન થયું હતું કે પોતાની સુંદરતા, મધુરતાથી કૃષ્ણ વશ થયા હતા. ગોપીઓનો ગર્વ નષ્ટ કરી, પછી પ્રગટ થઈ, સુપ્રસન્ન કરવાના હેતુથી કૃષ્ણ અંતર્ધાન થઈ ગયા.

ગોપીઓ વ્યાકુળ થઈ, સૂધબૂધ ભૂલી ગઈ અને બધી ઈચછવા લાગી કે જલદી પ્રગટ થાય. ભગવાનના મંગલમય નામ, રૂપ, ગુણોનું મનન, સ્મરણ, ચિંતન, કીર્તન, દર્શન અને આરાધન છે, કેટલાક શ્લોકોમાં કરુણ રસ છે. મુક્તક કાવ્યનું ઉત્કૃષ્ટ દષ્ટાંત છે. (૪) યુગલગીત (૧૦/૩૫/૧થી ર૧) – જ્યારે કૃષ્ણ ગોચારણ માટે – બહાર જાય ત્યારે ગોપીઓ કૃષ્ણના વિચારો, એના સ્વરૂપનું ચિંતન, લીલાઓના ગાનમાં દિવસ વ્યતીત કરી સાંજે કૃષ્ણ પાછા ફરે ત્યારે એમનાં દર્શન કરી આનંદ પામતી હતી.

આ ગીત ગાઈ ગોપીઓ પોતાના વિયોગજનિત નૈરાશ્ય અને અસહ્ય વેદનાનું ઉપશમ કરતી હતી. કૃષ્ણપ્રેમપરાયણ ગોપીઓની આ જપમાળા છે. આ ગીત ગોપીઓના કૃષણ પ્રત્યેના અનન્ય પ્રેમનું એક પ્રમાણ છે, રાસપંચાધ્યાયીનો સાર છે. (૫) બ્રમરગીત (૧૦/૪/૧૨થી ૨૧) – મથુરા ગયા પછી વ્રજના સમાચાર જાણવા કૃષ્ણ ઉદ્ધવને વ્રજમાં મોકલે છે. કૃષ્ણનો સંદેશો લાવનાર ઉદ્ધવજી છે એમ જાણી ગોપીઓ કૃષ્ણ વિશે પૂછે છે તે વખતે ભમરો બહુ જ ગુંજારવ કરતો ત્યાં આવે છે, ભમરાના સ્વરૂપમાં યામસુંદરનાં દર્શન કરી ગીત ગાય છે. ગોપીઓની વિરહાવસ્થાનું વર્ણન છે.

ગોપીઓની કૃષ્ણમાં અનન્ય નિષ્ઠા, રસમય માધુર્ય ભાવ છે. ભગવત્ ચરિત્ર કથામૃત શ્રવણમાં વ્યસનતુલ્ય સુદઢ નિષ્ઠાની પ્રતિષ્ઠા એ ગીતનો ઉદ્દેશ છે. ગોપીઓનો પુંજીભૂત પ્રેમવિરહ જ કૃષ્ણના સ્વરૂપમાં મૂર્તિમાન થયો. આનંદસમુદ્રસ્વરૂપ કૃષ્ણ અને એના તરંગ રૂપ ગોપીઓ સર્વથા અભિન્ન છે. એ વિપ્રલંભ શૃંગારની ઉત્કૃષ્ટ રચના છે. આ ગીતના આધ્યાત્મિક પક્ષ પર આચાર્યોએ બહુ જોર આપ્યું છે.

ગોપીઓની અસહ્ય વિરહવેદનાના રૂપમાં આત્મા- પરમાત્મા, જીવ-ઈશ્વરની વિરહવેદનાને ઉપલક્ષિત કરી છે. આ પાંચ ગીતો ઉપરાંત કૃષ્ણ-મહિષી ગીત (૧૦/૯૦/૧પથી ૪) પણ છે. શ્રીકૃષ્ણની રાણીઓના કાલ્પનિક વિરથી ઉત્પન્ન થતા સંતાપનું વર્ણન છે. પ્રકૃતિનાં તત્ત્વો પણ પોતાની જેમ કૃષ્ણની વિયોગજનિત વ્યથાથી સંતપ્ત છે એમ દર્શાવ્યું છે. નારીસુલભ ભાષા-ભાવો છે: પાંચ ગોપીગીત અને કૃષ્ણ –મહિષીગીત શૃંગાર રસનાં ઉદાહરણ છે. એમાં સીસુલભ ભાવોનું પ્રતિનિધિત્વ છે. ગોપીઓનાં ગીતોમાં ગોપીઓના હદયમાં ગુપ્તરૂપે વિરાજમાન પ્રેમમયી, રસમયી, મધુમથી, ભાવધારાનો પ્રકાશ થયો છે.

Next Part

ભાગવત ગીતા નો નિષ્કર્ષ પણ ખુબ મોટો હોવાથી અહીંયા અમારા બ્લોગ ગુજરાતી પ્રો માં પાંચ વિભાગ માં પ્રકાશિત કરેલ છે. તમને આગળનો ભાગ આજ વેબસાઈટ માં આસાની થી મળી જશે અને જ્યાં એક ભાગ પૂર્ણ થાય છે આગળ નો ભાગ ત્યાંથીજ શરુ થાય છે.

ભાગવત ગીતા- Bhagavd Geeta Gujarati Part 3

Leave a Reply

Your email address will not be published.