ભાગવત ગીતા- Bhagavd Geeta Gujarati Part 1

By | February 2, 2021

પરિચય પુસ્તિકા પ્રવૃત્તિને ડિસેમ્બર ૧૯૯૬માં ૩૮ વર્ષ પૂરાં થયાં. ત્યાર સુધીમાં ૯૧૨ પુસ્તિકાઓ પ્રકાશિત થઈ છે. આ પ્રકાશન પ્રવૃત્તિ એક લોકાભિમુખ જ્ઞાનયાત્રા છે. લોકશિક્ષણની તથા જ્ઞાનપ્રસારણની સમાજકલ્યાણલક્ષી પ્રવૃત્તિ છે.

ગુજરાતી ભાષા અને સાહિત્યના ઈતિહાસમાં આ પ્રકારની પ્રવૃત્તિ અપૂર્વ છે. લાગલાગેટ ૩૮ વર્ષથી પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ નિયમિતતાથી અને એકધારી અખંડ ચાલી રહી છે.

લોકદષ્ટિમાં એ આદર અને પ્રતિષ્ઠા પામી છે. આ પુસ્તિકાઓ એક ઘરગથ્થુ લધુ જ્ઞાનકોશ છે. જેઓ મોટા કદનાં દળદાર પુસ્તકો વાંચવાનો સમય કાઢી શકે તેમ ન હોય તેઓને પણ આ પુસ્તિકાઓ દ્વારા કેટલાય વિષયોનું જ્ઞાન ઘેર બેઠાં સરળતાથી મળી રહે છે.

ભાગવત ગીતા- Bhagavd Geeta

શ્રીમદ્ ભાગવત પુરાણોમાં મુકુટમણિ છે. સૌથી વધુ લોકપ્રિય છે. ભાગવતને શ્રી હરિની વાણીરૂપ વાલ્મથી મૂર્તિ કહી છે. શ્રીકૃષ્ણ પૃથ્વી પરથી સ્વધામ પધાર્યા ત્યારે ભક્તવત્સલ પ્રભુએ પોતાનું રૂપ ભાગવતમાં ભરી દીધું હતું. ભાગવતમાં જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ સહિત વૈષ્કર્પનું અને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારે પુરુષાર્થોનું નિરૂપણ છે. ભાગવત બધી વિદ્યાઓનું નિધાન છે. વેદો આપણા જ નહીં, સમગ્ર વિશ્વના સૌથી પ્રાચીન ગ્રંથો છે.

ત્યાર પછી બ્રાહ્મણો, આરણ્યકો અને ઉપનિષદો રચાયાં. તે પછી રચાયેલાં રામાયણ અને મહાભારત એ બે મહાકાવ્યો ભારતીય સંસ્કૃતિના પ્રાણ છે. આ પછી પુરાણોની રચના થઈ. પુરાણોની મહત્તા ફક્ત વેદ કરતાં જ ઊતરતી છે. પુરાણ એટલે પ્રાચીન, જે પ્રાચીન કાળમાં જીવિત હતું. પુરાણો વેદકાળમાં પણ દંતકથાઓ રૂપે પ્રચલિત હતાં, કારણ કે વેદ અને ઉપનિષદોમાં પુરાણોનો ઉલ્લેખ છે.

યજ્ઞસત્રોમાં વચ્ચેના સમયમાં સૂતો (પ્રાચીન કાળથી રાજકથાઓ, રાજવંશ, સાચવતો આવેલો વર્ગ) પ્રાચીન કથાઓ સંભળાવતા. આ કથાઓનો સંગ્રહ, કરી વેદવ્યાસે પુરાણ રચ્યું અને પોતાના શિષ્ય રોમહર્ષણને શીખવ્યું. પુરાણકથાઓ ધમપદેશ માટે ઉપયોગી જણાતાં તેમને આધારરૂપ રાખીને તેમની આસપાસ જ્ઞાન, ભક્તિ, યોગનો ઉપદેશ ગૂંથી દેવામાં આવ્યો. જુદા જુદા સંપ્રદાયોએ પોતપોતાના ઈષ્ટદેવને કેન્દ્રમાં રાખી જુદાં જુદાં પુરાણોની રચના કરી. ક્ષત્રિય, વૈશ્યો, ભૂ, સીઓ અને જેમને વૈદિક જ્ઞાનનો અધિકાર ન હોય એવા વર્ગોને વૈદિક સંસ્કારોનો ઉપદેશ આપવાના હેતુથી પુરાણોની રચના થઈ હતી.

હિન્દુ દર્શનશાસ્ત્રોના મુખ્ય સિદ્ધાંતોને ચરિત્રો, દષ્ટાંત- કથાઓને આષારે સુગમ, રસપ્રદ રીતે પુરાણો દ્વારા રજૂ કરવામાં આવ્યા. પુરાણોની સંખ્યા ૧૮ છે. એ બધાની મળીને બ્લોકસંખ્યા ચાર લાખની છે. આ ઉપરાંત ર૭ ઉપપુરાણો છે. ૧૮ મહાપુરાણોમાં ભાગવતનો ક્રમ પાંચમો આપેલો છે. ભાગવતની રચના વેદવ્યાસે વેદના ચાર ભાગ કર્યા. મહાભારતમાં ચારે પુરુષાર્થોનું નિરૂપણ કર્યું. છતાં વ્યાસજીનું મન ખિન્ન હતું.

નારદજીની સલાહથી તેમણે ભગવાન વાસુદેવનો મહિમા, ભગવાનની લીલાઓ અને તેમના યશનું વર્ણન કરવા ભાગવતની રચના કરી. જે જ્ઞાન વડે પરમાત્મા પ્રત્યે ભક્તિ ન ઉત્પન્ન થાય તે જ્ઞાન નિરર્થક છે તેથી ભક્તિમાર્ગ લોકોમાં પ્રચાર પામે, સાંસારિક દુઃખોથી પીડાતાં પ્રાણીઓને શાંતિ મળે, કામ, ક્રોધ આદિ વિકારોથી હણાયેલું મન ભગવાનની સેવાથી શાંત થાય એ ભાગવતની રચના પાછળનો હેતુ હતો. ભાગવતનું માહાભ્ય ભાગવતનું માહાભ્ય શરૂઆતના છ અધ્યાયોમાં આપ્યું છે.

ઉપરાંત સ્કંદ પુરાણમાં ભાગવત માહામ્યના ૪ અધ્યાયો (૧૯૯ શ્લોકો) અને પદ્મપુરાણમાં ભાગવત માહાભ્યના ૬ અધ્યાયો (૫૦૪ શ્લોકો) આપેલા છે. એ અધ્યાયોમાં જણાવ્યા પ્રમાણે ભાગવત અંત:કરણની વિશુદ્ધિ માટે ઉત્તમ સાધન, ભગવાનમાં ભક્તિ ઉત્પન્ન કરનાર, શ્રીકૃષ્ણને સંતુષ્ટ કરનાર, શોક- મોહ- ભયનો નાશ કરનાર, અજ્ઞાનનિવારક, ભક્તોનું ધન, ભવરોગીઓનું ઔષધ અને સંસારીઓની સિદ્ધિ છે.

કરોડો જન્મોમાં કરેલાં પાપોનો નાશ ભાગવતના પાઠથી થાય છે. ભાગવતને નિગમ ક૫તરોગલિતમ્ લિમ્ (વેદરૂપી કલ્પતરુનું અમૃતથી ભરેલું ફળ) કહ્યું છે, ભાગવત પરમ રસાત્મક છે. ‘પિબત ભાગવત રસમાલાય’ – આનંઠનો ઉન્માદ ન ચડે, મૂચ્છ ન આવે ત્યાં સુધી, મૃત્યુપર્યત અને મોક્ષ ન મળે ત્યાં સુધી અને જીવન્મુક્ત થયા પછી પણ ભાગવતના રસનું પાન કરો. પદ્મપુરાણ કહે છે: ”હે અંબરીષ, તું સંસારનો નાશ ઈચ્છતો હોય તો ભાગવતનું નિત્યશ્રવણ કર, સ્વમુખે પાઠ કર, જે થરમાં ભાગવતગ્રંથ છે તે ઘરમાં સાક્ષાત્ હરિ સદા બિરાજમાન છે.”

ભાગવત સ્કંધ ૧ અધ્યાય ૧માં શૌનક છ પ્રશ્નો સૂતજીને પૂછે છે. છકો પ્રશ્ન આ છેઃ કૃષ્ણ સ્વધામ ગયા ત્યારે ધર્મ કોને શરણે ગયો? તેનો ઉત્તર મળે છે: ધર્મ તો જ્ઞાન, વૈરાગ્ય વગેરેથી યુક્ત એવા ભાગવત ગ્રંથમાં સમાવિષ્ટ થયો. છે ક ચતુશ્લોકી ભાગવત ભાગવત સ્કંધ ૨, અધ્યાય ૯ના ૩થી ૩૬ સુધીના સાત શ્લોકોમાં બે ઉપક્રમ અને અંતિમ શ્લોક ઉપસંહારરૂપ છે. બાકીના ચાર ચતુઃ શ્લોકી ભાગવત કહેવાય છે. ભગવાને બ્રહ્માને પોતાના સ્વરૂપનો તાત્ત્વિક ભાષામાં આ શ્લોકોમાં પરિચય આપ્યો જેના વિસ્તાર રૂપે ભાગવતના અઢાર હજાર બ્લોકો રચાયા એમ કહેવાય છે.

ભાગવતરચનાનો હેતુ પરીક્ષિતને શૃંગી ઋષિએ આપેલા શાપને પરિણામે સાતમે દિવસે તક્ષક નાગના કરડવાથી એનું મૃત્યુ નિશ્ચિત હતું. આ સાત દિવસમાં પરીક્ષિત આત્યંતિક નિઃશ્રેયસ(મોક્ષ)નું સાધન જાણવા ઈચ્છતા હતા. પરીક્ષિત સંસારનાં માયાબંધન, રાજકાજનો ત્યાગ કરી, અનશન વ્રત લઈ ગંગાતટે બેઠા અને શુકદેવે તેમને ભાગવત સંભળાવ્યું જેને પરિણામે પરીક્ષિતને મોક્ષપ્રાપ્તિ થઈ.

ભાગવતમાં આશ્રય તત્ત્વની ઉપલબ્ધિ માટે ૬ વિષયોનું વર્ણન છે. પુરુષોત્તમ ભાગવતનું આશ્રયતત્ત્વ છે. આ જ આશ્રયતત્ત્વ ભાગવતનું અંતિમ અને પરમ ધ્યેય છે અને તે જ પરમ ધ્યેય શ્રીકૃષ્ણ છે. પ્રત્યેક સ્કંધમાં “આશ્રય’નું નિરૂપણ છે. સ્કંધ ૧૧માં સગુણ બાના આશ્રયનું અને અંધ ૧૨માં નિર્ગુણ વહુના આશ્રયનું વર્ણન છે. બ્રહ્મસ્વરૂપનો બોધ કરાવી અવિવાની નિવૃત્તિ કરાવવી એ ભાગવતનો ઉદેશ છે. ભાગવતનું પરમ તાત્પર્ય સત્ય પર ધીમહિ (૧/૧/૨, ૧૨/૧૩/૧૯).

જે જગતનું ઉપાદાન અને નિમિત્ત બને છે એવા પરમ સત્યનું ચિંતન કરવાનું ભાગવત કહે છે. કોઈ વિશેષ સંપ્રદાય કે મત નહીં પણ સાર્વભૌમ સત્ય, સર્વકાલીન સત્ય અને સાર્વદેશિક સત્યનું પ્રતિપાદન કરવા માટે ભાગવતનો આવિર્ભાવ થયો છે. ભાગવત રીલી ભાગવત ઉત્કૃષ્ટ મહાકાવ્યની કક્ષાનું મહાન ઊર્મિકાવ્ય છે.

ભાષાનું લાલિત્ય, કોમળભાવ, ગેય ગીતોની પ્રધાનતા, આધ્યાત્મિક ભાવથી તરબોળ સ્તુતિઓ, વિવિધ સ્થાનોનું કલાપૂર્ણ વર્ણન, યુદ્ધોનું યથાર્થ વર્ણન, ઋતુઓનું વર્ણન, ગોપીઓની મનઃસ્થિતિનું વર્ણન, મુરલીવાઇનની મધુરતા, દાંતો-રૂપકોની શોભા, અર્થઘનતા વગેરે દ્વારા રસાનુભૂતિ કરાવનાર ભાગવત અદ્વિતીય છે. શૈલી ધટનાત્મક (ભગવાન, ભક્તોનાં ચરિત્રોથી લોકોનાં મન-બુદ્ધિને આકર્ષવાર), ઉપદેશાત્મક (અંત:કરણની શુદ્ધિ કરાવનાર), સ્તુત્યાત્મક (ભગવાન પ્રત્યે ભક્તિ, સાત્વિકતાનો અનુભવ કરાવનાર) અને ગીતાત્મક (ભાવનાની અભિવ્યક્તિ કરનાર), આમ, ચાર પ્રકારની છે.

પાશ્ચાત્ય વિદ્વાનો પુરાણોને ઈતિહાસગ્રંથો નથી માનતા. પુરાણોમાં રાજાઓની વંશાવળી, ચરિત્રો વગેરે તો આવે જ છે. ઉપરાંત પુરાણમાં અનંતકાળ અને અખિલ વિશ્વનો આધ્યાત્મિક અને આધિભૌતિક ઈતિહાસ હોય છે, ભાગવતમાં અવિધાજનિત વિશ્વના સમગ્ર ઈતિહાસનું વર્ણન છે. એનો ઉદ્દેશ સારભૂત વહ્મમાં નિષ્ઠા ઉત્પન્ન કરવાનો છે. ભાગવતને બ્રહ્મસૂત્રનો અર્થ, મહાભારતનો તાત્પર્યનિર્ણય, ગાયત્રીનું ભાષ્ય, બધાં પુરાણોના સારરૂપ, સમસ્ત વેદોના અર્થને ધારણ કરવાવાળું કહ્યું છે.

આમાં ભૂગોળ, ખગોળ, ઈતિહાસ, નીતિ, દર્શન, વિજ્ઞાન, કળા અને બીજા અનેક વિષયોનું વિશદ વર્ણન છે, જ્ઞાન, કર્મ અને ભક્તિનો અદ્વિતીય ભાગવત ગ્રંથ અબ્યુદય અને નિઃશ્રેયસનું સર્વોત્તમ સાધન ગણાય છે. રામાયણ, મહાભારત સહિત ભાગવતે સામાન્ય હિન્દુઓના હૃદયમાં વેદવેદાન્તના જ્ઞાન અને ધર્મ પ્રત્યે અનુરાગ ઉત્પન્ન ર્યો છે. એમ કહેવાયું છે કે મહાભારત મસ્તિષ્ક છે. રામાયણ નેત્ર છે અને ભાગવત હદય છે. ભાગવતમાં બધી સમસ્યાઓનું વ્યાપક સમાધાન છે.

ભાગવતના ઉપદેશથી બ્રહ્માએ સૃષ્ટિ નિર્માણ કરી, નારદ ભગવપ્રેમી થયા. શ્વાસ લોકકલ્યાણ ઈચ્છતા હતા અને નારદે ભાગવત રચવાની પ્રેરણા આપી, પરિણામે વાસુદેવની લીલાઓનું વર્ણન કરીને વ્યાસને સંતોષ થયો. ભાગવતનું બિરદવચન છે – પતિતોદ્ધારણ. સહજાનંદ સ્વામીએ ભાગવતનું પ્રામાણ્ય સ્વીકાર્યું અને ભાગવતની અસર નીચે નીચલા થરોના માનવીઓના ઉદ્ધારનાં કાર્યો કયાં, વ્યસનો છોડાવ્યાં અને સમાજકલ્યાણનાં અનેક કાર્યો આજે પણ સ્વામીનારાયણ સંપ્રદાય કરી રહ્યો છે.

ભાગવતમાં ઉદાર દષ્ટિ છે તેણે બુદ્ધ અને અષભદેવને અવતાર માન્યાં, વિદેશી વિદ્વાનોને પણ ભાગવતે આકર્ષિત કર્યા છે. બનૉકે ઈ. સ. ૧૮૪૦માં ભાગવતનું ન્ય ભાષામાં ભાષાંતર કર્યું. મનુષ્યને પૂર્ણ સુખી, પૂર્ણ શ્રીમદ્દ એટલે લક્ષ્મી, સૌદર્ય, થોભા(શ્રી)થી યુક્ત, ભાગવત એટલે (૧) ભગવાનના સંબંધવાનું છે તે.

હર્ષ, વીર્ય, યશ, શ્રી, કાન અને વૈરાગ્ય – આ છ મગ કહેવાય. આવા છ થશ્વર્યવાનું ભગવાનનું જ સ્વરૂપ અને ચરિત્ર તે ભાગવત. (૨) ભગવસ્ત્રોક્ત ઈ૮ – ભગવાને પોતે કરેલું. (૩) ભગવાનનું સ્વરૂપ, ગુણ, લીલાઓનું જેમાં વર્ણન છે તે. (૪) ભગવાન જે પરમ ફળ છે એમ જે જણાવે છે એટલે કે ભગવાનરૂપી ફળની પ્રાપ્તિ કરાવનાર. (૫) ભાગવતાનાં પુરાણ ભક્તોના મહિમારૂપ; જેમાં ભગવાનથી પણ અષિક એના ભક્તોના મહિમાનું વર્ણન છે તે. (૬) પૂર્ણાવતાર ભગવાનનું, અંશાવતારમ, પાદ્ધિ ભગવાનોનું, સંત- નાની- ભક્ત એવી મહાન વિભૂતિરૂપ જે છે એમનું-આમ, ત્રણેયનું ભગવાન એવું નામ છે અને આ ત્રણેય ભગવાનનાં ચરિત્રોથી યુક્ત તે ભાગવત.

Next Part

ભાગવત ગીતા નો નિષ્કર્ષ પણ ખુબ મોટો હોવાથી અહીંયા અમારા બ્લોગ ગુજરાતી પ્રો માં પાંચ વિભાગ માં પ્રકાશિત કરેલ છે. તમને આગળનો ભાગ આજ વેબસાઈટ માં આસાની થી મળી જશે અને જ્યાં એક ભાગ પૂર્ણ થાય છે આગળ નો ભાગ ત્યાંથીજ શરુ થાય છે.

ભાગવત ગીતા- Bhagavd Geeta Gujarati Part 2

Leave a Reply

Your email address will not be published.